Vapi/ દારૂબંધીને લઈ વાપી પોલીસનો સપાટો, ડાભેલ ચેકપોસ્ટ પરથી પકડ્યો વિદેશી દારૂ

વાપી ટાઉન પોલીસે ડાભેલ ચેકપોસ્ટથી ચેકિંગ દરમિયાન ઇનોવા કારમાં લઇ જવાતા દારૂ સાથે ડાભેલ સ્થિત ક્રિએટિવ કંપનીના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat Others
a 60 દારૂબંધીને લઈ વાપી પોલીસનો સપાટો, ડાભેલ ચેકપોસ્ટ પરથી પકડ્યો વિદેશી દારૂ

@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ 

વાપી ટાઉન પોલીસે ડાભેલ ચેકપોસ્ટથી ચેકિંગ દરમિયાન ઇનોવા કારમાં લઇ જવાતા દારૂ સાથે ડાભેલ સ્થિત ક્રિએટિવ કંપનીના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વાપી ટાઉન પોલીસના કર્મીઓ શુક્રવારે ડાભેલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા.

a 61 દારૂબંધીને લઈ વાપી પોલીસનો સપાટો, ડાભેલ ચેકપોસ્ટ પરથી પકડ્યો વિદેશી દારૂ

તે દરમિયાન દમણ તરફથી આવતી ઇનોવા કારને અટકાવી અંદર ચકાસણી એક બેગમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આશરે કુલ રૂ.34,500નો દારૂ કબજે લઇ ચાલક સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, પકડાયેલા આરોપીઓ પૈકી વેંકટ રમન ઉ.વ.64 રહે.ચલા શિવાલીક હાઇટ્સ દમણના ડાભેલ સ્થિત ક્રિએટિવ ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. જ્યારે અભિષેક શર્મા ઉ.વ.23 રહે. સેલવાસ એ જ કંપનીમાં ક્વોલિટી ઇન્ચાર્જ છે.

a 62 દારૂબંધીને લઈ વાપી પોલીસનો સપાટો, ડાભેલ ચેકપોસ્ટ પરથી પકડ્યો વિદેશી દારૂ

તે સાથે સાહેબરાવ કાટકે રહે.છરવાડા ટેમ્પરરી ડ્રાઇવર તરીકે તેમની સાથે આવ્યો હતો. હાલ પોલીસે મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…