Ahmedabad/ જમાલપુરમાં મુસ્તાક vs ઇમરાનની થશે ખરાખરીની લડાઈ

રાજનીતિનાં મેદાનમાં જયારે ગરમાવો આવે ત્યારે સમજી જવાનું કે ચૂંટણીનાં દિવસો ખુબ જ નજીક છે…..

Ahmedabad Gujarat
police attack 31 જમાલપુરમાં મુસ્તાક vs ઇમરાનની થશે ખરાખરીની લડાઈ

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યુઝ – અમદાવાદ 

રાજનીતિનાં મેદાનમાં જયારે ગરમાવો આવે ત્યારે સમજી જવાનું કે ચૂંટણીનાં દિવસો ખુબ જ નજીક છે. ચૂંટણીઓ આવે એટલે તમામ પાર્ટીઓ પ્રચારમાં અવનવા ખેલો રમીને મતદારોનાં મત મેળવવાની કોશીશ કરતી હોય છે અને ઉમેદવારો પોતાની પાર્ટીને હારથી બચાવવા માટે સામ, દામ, દંડ, ભેદ ચારેયનો ઉપયોગ કરીને એડીચોટીનો જોર લગાવતા હોય છે.

તાજેતરની જો વાત કરીએ તો ગુજરાતના 6 મહાનગરોમાં આગામી ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો અવસર આવી રહ્યો છે. દર વખતે ગુજરાતમાં ચૂંટણીઓની અંદર બે જ પાર્ટી વચ્ચે ખરાખરીની લડાઈ થતી હતી ભાજપ અને કૉંગેસ. જોકે, આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં aimim ની એન્ટ્રી થયા બાદ ગજરાતની રાજનીતિના માહોલમાં જોરદાર બદલાવ જોવા મળી રહ્યો છે. દેશ ભરમાંથી કોંગેસ મોટા ભાગે તુટતી જઈ રહી છે પરંતુ, ગુજરાતમાં કૉંગેસ જાણે વેન્ટિલેટર ઉપર હોય તેવો તેનો હાલ થઇ ગયો છે. ગુજરાતમાં ભાજપ સામે ટકી રહેવા માટે કૉંગેસ મથામણ કરી જ રહી હતી ને ત્યાં aimim  પાર્ટીના આગમનથી કોંગેસના ધબકારા વધી ગયા છે.

અમદાવાદમાં મોટાભાગે લઘુમતી વિસ્તારોમાં જ કૉંગેસની સીટો યથાવત છે અને આ સીટોને બચાવવા માટે કૉંગેસે ચાણક્યનીતિ અપનાવાની શરુ કરી છે. જેના કારણે અમદાવાદના જમાલપુરમાં રસાકસીનો માહોલ સર્જાયો છે. છિપા સમાજનાં બે અગ્રણીઓ રાજનીતિના અખાડામાં કૂદી પડ્યા છે. કૉંગેસ તરફથી ઇમરાન ખેડાવાળાએ દાવેદારી નોંધાવી છે તો aimim તરફથી મુસ્તાક ખાડીવાળાને ટિકિટ મળે તેવી શકયતાઓ દેખાય રહીછે. જમાલપુરમાં મોટાભાગે છિપા સમાજની વસ્તી આવેલી છે. અને છિપા સમાજમાં ઇમરાન ખેડાવાળા ની જેમ સાબિર કાંબલીવાળા પણ ખુબજ મોટી છબી ધરાવે છે. જોકે, હવે સાબિર ભાઈ aimim માં અધ્યક્ષ બની ગયા છે અને તેમની પાર્ટીમાંથી મુસ્તાક ખાદી વાળાએ ટિકિટ માંગી છે ત્યારે જમાલપુરમાં ઘણી બધા સમાજના લોકો રહે છે બાકી મોટા ભાગે છિપા સમાજના વોટોનું ધ્રુવીકરણ થશે જે અત્યારથી જ દેખાય રહ્યું છે.

હવે આખી પિક્ચરમાં લડાઈ ફક્ત બે જ સાઈડ હોય તેવો માહોલ બની ગયો છે કારણકે કૉંગેસ અને aimim બંને પક્ષ જીતવા માટે લડશે તો ભાજપ ધીરેથી પોતાનોપગપેસારો જમાલપુરમાં કરવાની કોશિશ કરશે. અને કૉંગેસને વધુ એક ઝટકો  લાગે તેવા સમાચારો આજે વહેલી સવારે પ્રાપ્ત થયા. aimim  અઘ્યક્ષ અસદુદીન ઓવેશી આગામી 4 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાત લેવાના છે. ખાસ કરીને અમદાવાદ અને ભરૂચના લઘુમતી વિસ્તારોની તેઓ મુલાકાત લઇ શકે છે. જો ઓવૈસીએ જમાલપુર વિસ્તારની મુલાકાત લીધી અને લોકોની સમસ્યા સાંભળીને થોડોક પણ ભાષણ આપ્યો તો ઇમરાન ખેડાવાળાના મતો ઉપર મોટી અસર પડી શકે છે. ઇમરાન ખેડાવાળાએ જણાવ્યું હતું કે , જમાલપુરની જનતાએ મારું કામ જોયેલું છે. અને તેઓ મારા પાત્રથી સારી રીતે પરિચિત છે.લોકોને બેસ્ટમાં બેસ્ટ સેવા અમે આપી છે. જયારે પણ કોઈ ફરિયાદ લોકોની સામેથી આવતી હતી તે ફરિયાદોને અમે સાંભળતા પણ હતા અને તેને યોગ્ય ન્યાય પણ આપતા હતા.અને આ ચૂંટણીમાં ચોકક્સ પણે જમાલપુરમાં કોંગ્રસનું વિજય થશે.

મુસ્તાક ખાદીવાળાએ જણાવ્યું કે પાંચ વર્ષ સુધી રોડ ઉપર બેસીને લોકોની સેવા કરી છે. તેનાથી સમગ્ર જમાલપુરના રહેવાસીઓ પરિચિત છે. અને ડ્રેનેજ, પથ્થર, અને ડામર લાઈટ તે દરેક ફરિયાદો હું પોતે લેતો હતો અને જાતે તેનો નિરીક્ષણ કરતો હતો. અને બીજી પણ ઘણી બધી સરકારી યોજનાની સેવા આપી છે. જેવી કે માં કાર્ડ યોજના વગેરે. ઇમરાન ભાઈ તમે ખાડિયા લડવાની ઇરછા વ્યક્ત કરી છે અને  તમને તમારા કામ ઉપર ભરોસો હોય તો તમે  ખાડિયાથી ચૂંટણી લડો. અમારા અઘ્યક્ષ ઓવેશી આગામી દિવસોમાં અમદાવાદ આવશે તો તેનાથી કોંગેસને વધારે ઝટકો  લાગી શકે છે. અને જમાલપુમાં તો અમે જ જીતીને આવીશું તે પાક્કું છે. આમ, ઇમરાન અને મુસ્તાક વચ્ચે ઘમાસાણ લડાઈ થવા જઈ  રહી છે. છિપા સમાજના લોકો કોને વોટ આપશે અને કોને નહિ આપશે તે ખુબજ મોટો રસપ્રદ મુદ્દો બની ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…