કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલનાં આકાશી ભાવને લઈને પગલા લેવા જઈ રહી છે. કેન્દ્રીય પ્રધાને આ અંગે મોટું નિવેદન આપ્યું છે. દેશનાં ઘણા રાજ્યોમાં તેલનો ભાવ લિટર દીઠ 100 રૂપિયાનાં આંકડાની નજીક પહોંચી ગયો છે, તેમાં પેટ્રોલ અને ડીઝલ બંનેનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, સામાન્ય માણસ પર દબાણ વધી રહ્યું છે, જે પોતાનું જીવન ખૂબ મુશ્કેલીથી જીવ રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતમાં ભવિષ્યની જરૂરિયાતો માટે વૈકલ્પિક પદ્ધતિઓ અપનાવવા અને સામાન્ય માણસનું દબાણ ઓછું કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Interesting / પૃથ્વી પર હવે 4 નહી પણ 5 મહાસાગર, જાણો શું રાખવામાં આવ્યું નામ
આ અંગે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે કહ્યું હતું કે, ભારત વૈકલ્પિક બળતણ ઇથેનોલનાં ઉત્પાદનમાં વધારો કરવા જઈ રહ્યું છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગડકરીએ કહ્યું કે ઇથેનોલની કિંમત પ્રતિ લિટર 60-62 રૂપિયા થશે જ્યારે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 રૂપિયાથી વધુ થઈ ગઈ છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ જણાવ્યું કે, “જ્યાં સુધી ઇથેનોલનાં કેલરીફિક મૂલ્યની વાત છે ત્યાં સુધી, 750 મિલીલિટર પેટ્રોલ અથવા 800 મિલીલિટર ઇથેનોલ 1 લિટર નાં સમકક્ષ છે, તેમ છતાં, ત્યાં પ્રતિ લિટર રૂ.20 ની બચત થિ રહી છે.”

રાજકારણ / વેક્સિનને લઇને થઇ રહેલા રાજકારણ વચ્ચે સોનિયા ગાંધીએ બીજો ડોઝ કર્યો પૂર્ણ, જાણો રાહુલ ક્યારે લેશે રસી?
ગડકરીએ કહ્યું, “હવે અમે પેટ્રોલની કિંમતમાં વધારાને કારણે ઇથેનોલનું ભારતીય ઉત્પાદન વધારવાના છીએ કારણ કે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગડકરીએ જણાવ્યું કે, ઇથેનોલનો ઉપયોગમાં ખર્ચ ઓછો છે.” છેલ્લા છ સપ્તાહમાં બળતણનાં અનેક ભાવ વધારાને કારણે મુંબઇ અને હૈદરાબાદનાં મેટ્રો શહેરો સહિત દેશનાં કેટલાક ભાગોમાં પેટ્રોલનાં ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયા છે.

નહી સુધરે / ભારતનાં નામે પાકિસ્તાનની NGO એ એકત્રિત કર્યુ કરોડો રૂપિયાનું દાન
સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો – રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને લદ્દાખમાં પેટ્રોલનું વેચાણ પ્રતિ લીટર રૂ.100 પર થાય છે. બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી દ્વારા આયોજીત એક સંમેલનને સંબોધન કરતાં ગડકરીએ જણાવ્યું હતું કે, ઓટોમોબાઈલ ઉત્પાદકો બ્રાઝિલ, કેનેડા અને યુએસમાં ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન કરી રહ્યા છે, જે ગ્રાહકોને 100 ટકા પેટ્રોલ અથવા 100 ટકા બાયો-ઇથેનોલનો ઉપયોગ કરી શકે છે.

