બલ્ગેરિયાની પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સમયાંતરે ચર્ચાનું કેન્દ્ર રહી છે. જેમ કે તેમણે વર્ષો પહેલાં જ કહી દીધું હતું કે 2004માં ભયાનક પૂર આવશે. આ ઉપરાંત તેમણે 2019માં આવેલી કોરોનાની મહામારી અને અમેરિકા પર થયેલા 9/11 હુમલા જેવી ઘટનાઓની પણ ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ છે.
અને બાબા વેંગાએ ફોન અને મશીનને લઈ પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાથી કેટલીક આજે સાકાર થતી નજરે પડી રહી છે. તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં માણસ ફોન વિના રહી નહીં શકે. આજના પરિસ્થિતિમાં આ વાત સંપૂર્ણપણે સાચી ઠરતી જણાય છે.
વિચારશક્તિના આધારે એકબીજા સાથે વાત કરી શકશે.
ફોનનો વધુ ઉપયોગ તો ઠીક, પણ બાબા વેંગાએ એક એવી ચોંકાવનારી ભવિષ્યવાણી પણ કરી હતી કે ભવિષ્યમાં લોકો વગર બોલીને ફક્ત વિચારશક્તિના આધારે એકબીજા સાથે વાત કરી શકશે.
તેમનો આ દાવો પણ હવે હકીકત બનવા તરફ આગળ વધી રહ્યો છે. કારણ કે વૈજ્ઞાનિકો હાલમાં ‘બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ’ નામની ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે, જેના દ્વારા માનવમગજની મદદથી મશીનો ચલાવી શકાય છે. એટલે કે ટેલીપેથી હવે કલ્પનામાં નહીં, પણ વિજ્ઞાનમાં આવી રહી છે.
માનવ શરીરના અંગ લેબોરેટરીમાં બનાવી શકશે.
બાબા વેંગાએ કહ્યું હતું કે આવનારા સમયમાં લોકો માનવ શરીરના અંગ લેબોરેટરીમાં બનાવી શકશે. આજે 3D પ્રિન્ટિંગ અને સ્ટેમ સેલ રિસર્ચ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે. આ ટેક્નોલોજી ગંભીર બીમારીઓના ઈલાજ માટે નવી આશા બની ગઈ છે.
એલિયન સાથે સંપર્ક અને યુરોપમાં યુદ્ધની ચેતવણી
બાબા વેંગાની અન્ય કેટલીક ભવિષ્યવાણીઓ કરી છે જેમ કે માનવજાતીની તટસ્થબુદ્ધિ ધરાવતી બીજી દુનિયાની સંસ્કૃતિ સાથે ટૂંક સમયમાં સંપર્ક થવાની સંભાવના છે. ઉપરાંત, યુરોપમાંથી શરૂ થનાર અને સમગ્ર વિશ્વને અસર કરશે એવું મોટું યુદ્ધ પણ ભવિષ્યમાં થઈ શકે છે તેવી ચેતવણી આપી છે.
__________________________________________________________________________________________________________________________________________________________
આ પણ વાંચો:વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..
આ પણ વાંચો:અંકશાસ્ત્ર પ્રમાણે આ નંબરના લોકો પાર્ટનર સાથે પ્રેમથી વર્તે છે
