રાજકોટ/ LRD અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકસાથે પરીક્ષા યોજાતા,હજારો વિદ્યાર્થીઓ મુંઝવણમાં

લોકરક્ષકદળ અને યુનિવર્સિટીની પરીક્ષા જે વિદ્યાર્થીઓને સાથે આવતી હોય તેવા વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી માસમાં યોજાનારી રેમડીયલ પરીક્ષા આપી શકશે

Gujarat
Untitled 313 4 LRD અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકસાથે પરીક્ષા યોજાતા,હજારો વિદ્યાર્થીઓ મુંઝવણમાં

રાજયમાં  કોરોના કેસ  ઘટતા   હવે   રાજયમાં  પરીક્ષાનો માહોલ  જોવા મળી રહ્યો છે  .ત્યારે રાજ્યમાં  છેલ્લા કેટલાક સમયથી  પરીક્ષાઓની જે  રાહ વિધ્યાર્થી જોઈ રહ્યા હતા  તેમની સરકાર દ્વારા એલઆરડી અને પીએસ.આઈની ભરતીઓ જાહેર કરવામાં આવી છે જેમાં હજારો ઉમેદવારો પરીક્ષા આપવાના છે. ત્યારે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ પરીક્ષા ચાલી રહી  છે. જેમાં    બે પરીક્ષા એક જ દિવસ આવતા  વિદ્યાર્થીઓ મુંજયા છે.

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એમ. એ, એમ.કોમ સહિતની પીજીની પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભ થવાનો હોય તેમજ 14 મી ડીસેમ્બરથી યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષા પણ ચાલુ થઈ રહી છે ત્યારે આગામી દોઢ માસ સુધી લોકરક્ષકદળની પરીક્ષાના ઉમેદવારો ગ્રાઉન્ડ પરીક્ષા આપવા અન્ય જિલ્લામાં જવાનું હોય તો યુનિવર્સિટીની પરિક્ષા કઇ રીતે આપી શકે જેને લઈ મોટાભાગના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે.

આ પણ  વાંચો ;ગુજરાત / રાજ્યમાં ડૉકટર્સની હડતાળથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, જુઓ દ્રશ્યો

આ ઉપરાંત રાજ્યભરમાં 19મીએ ગ્રામપંચાયતની ચુંટણી પણ યોજાવાની હોય ત્યારે મોટાભાગના પ્રોફેસરોને ચૂંટણી ફરજના ઑર્ડર હોય પરીક્ષાના વહીવટમાં સમસ્યાઓ સર્જાઈ શકે તેમ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અણધણ વહીવટના લીધે હજારો વિદ્યાર્થીઓની પરીક્ષા પર અસર થઈ શકે તેમ છે

જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટાર અને પરીક્ષા નિયામકે જણાવ્યુ હતું કે, લોકરક્ષકદળ અને યુનિવર્સિટીની પરીક્ષા જે વિદ્યાર્થીઓને સાથે આવતી હોય તેવા વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી માસમાં યોજાનારી રેમડીયલ પરીક્ષા આપી શકશે . આ સિવાય અન્ય કોઈ જ વિકલ્પ આપવામાં નહીં આવે. કેમ કે પરીક્ષા જાહેર થઈ ગઈ છે અને તેમાં બદલાવ શક્ય નથી.

આ પણ વાંચો ;રાજકોટ /  નવાગામ પાસે નોનવેજના ધંધાર્થી સહિત પાંચ શખ્સોએ યુવાનની કરી હત્યા