પ્રેમ લગ્નનો કરુણ અંજામ/ સુખી દામ્પત્ય જીવન દરમિયાન યુવતી આઠ માસની ગર્ભવતી, બાળક જન્મ લે તે પહેલાજ મામાએ પિતાનો સાયો ઉઠાવી લીધો..

ઘુટણવડ ગામે બહેન સાથે પ્રેમલગ્ન કરી લીધાની અદાવતે સાળાએ બનેવીની બંદૂકની ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો

Gujarat Others
b3 1 સુખી દામ્પત્ય જીવન દરમિયાન યુવતી આઠ માસની ગર્ભવતી, બાળક જન્મ લે તે પહેલાજ મામાએ પિતાનો સાયો ઉઠાવી લીધો..

છોટાઉદેપુર જીલ્લાના પાવી જેતપુરના તાલુકાના ઘુટણવડ ગામે બહેને પ્રેમલગ્ન કરી લીધાની અદાવતે અકળાયેલા સાળાએ બનેવીની ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બની છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઘુટણવડ ગામમાં રહેતાં સુનિલભાઈ શંકરભાઈ રાઠવાને બાજુના જ કિકાવાડા ગામની યુવતી સ્નેહાબેન રાઠવા સાથે પ્રેમ સંબધો હતા. અને આ બન્ને પ્રેમી પંખીડાઓએ દોઢ વર્ષ પહેલાં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા.

ઘુટણવડ ગામની યુવતી સ્નેહાએ લવ મેરેજ કરી લીધા બાદ યુવતીના થોડા જ મહિના  ઉંચાપાન ખાતે પોતાના પતિને ત્યાં રહી હતી, અને પોતાના પ્રેમને પામવા ઘરે પાછી આવી ગઈ હતી. અને પ્રેમી સાથે રહેવા લાગી હતી. અને આ જ વાત યુવતીના ભાઈને બીલકુલ ગમતી ન હતી. યુવતીએ પોતાના પ્રેમી સાથે કોર્ટમાં લગ્ન કરેલા હતા.  અને સુખી દામ્પત્ય જીવન ગુજારતા હતા. અને સુખી દામ્પત્ય જીવન દરમિયાન યુવતીને ગર્ભ રહેતા તે આઠ માસની ગર્ભવતી બની હતી.

b3 2 સુખી દામ્પત્ય જીવન દરમિયાન યુવતી આઠ માસની ગર્ભવતી, બાળક જન્મ લે તે પહેલાજ મામાએ પિતાનો સાયો ઉઠાવી લીધો..

ત્યારે બીજી બાજુ બહેને કરેલા પ્રેમલગ્ન ભાઈને ગમતા હતા નહિ. જેથી સાળાએ પોતાના બનેવી સુનીલને મોકો મળતાં જ તારીખ 25 ઓગષ્ટ 2022ના ના મોડી સાંજે પોતાના પિતાની બંદૂક લઇને કિકાવાડાથી ઘૂટણવડ પોતાની બહેનની સાસરીમાં પહોંચી ગયો હતો.

સુનિલએ તેની પત્નીને કહ્યું તારો ભાઈ સચિન આવ્યો છે. એટલે બહેન ઘરની બહાર પોતાના ભાઇ ને મળવા દોડી આવી હતી. પરંતુ તેના હાથમાં બંદૂક જોતા તે ખેતરમા દોટ મુકી ભાગી ગઈ હતી અને સુનીલ પણ ખેતરમાં બીજી બાજુ ભાગતો હતો ત્યારે બહેને કરેલા પ્રેમલગ્નથી અકળાયેલા સાળા સચિને પોતાના બનેવીને પીઠમાં બંદૂકની ગોળી મારી દીધી હતી. અને સુનીલ જમીન પર ફસડાઈ પડ્યો હતો. છતાં ક્રોધે ભરાયેલા સાળા સચિનનો ક્રોધ ઓછો થયો ન હતો. અને બંધુકનો પાછળનો ભાગ સુનિલને માથામાં અને શરીરના ભાગ પર માર મારવા લાગ્યો હતો.

b3 3 સુખી દામ્પત્ય જીવન દરમિયાન યુવતી આઠ માસની ગર્ભવતી, બાળક જન્મ લે તે પહેલાજ મામાએ પિતાનો સાયો ઉઠાવી લીધો..

બંદૂકની ગોળીથી અને મારથી ઘાયલ થયેલ સુનિલે ત્યાં ખેતરમાં જ મોત થયું હતું. આ વાતની જાણ સુનીલના પરિજવારનોને થતા પોલીસને જણ કરતા પાવીજેતપુર પોલીસ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને સુનિલભાઈની લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.

જયારે હત્યારા સાળા સચિનને પકડીને જેલમાં સળિયા પાછળ ધકેલી દીધો હતો. કિકાવડાની યુવતી સ્નેહાના પિતા અંદરસિંગભાઈ રાઠવા બી.એસ.એફ.માં ફરજ બજાવે છે. અને ખેતરમાં પાક રક્ષણ માટે હથિયાર ઘરે રાખ્યું હતું. આ હથિયારનો પોતાના પુત્ર સચિને પોતાના જ બનેવીની હત્યા માટે ઉપયોગ કર્યો અને ગોળી ધરબી દીધી હતી.  પાવિ જેતપુર પોલીસ સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન હાથ ધરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

ભણે ગુજરાત? / સરકારના સ્માર્ટ સ્કૂલોના દાવા પોકળ, હારીજમાં શિક્ષણ થયું પાણીમાં ગરકાવ