Not Set/ વડોદરા/ દુમાડ ગામની સીમમાંથી હત્યા કરી ખાબોચિયામાં ફેંકી દેવાયેલ લાશ મળી

વડોદરામાં એક અજાણી વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર મચી જવા પામ્યો છે. વડોદરાનાં સીમાડે આવેલ દુમાડ ગામની સીમમાં આ વ્યક્તિની હત્યા કરી લાશ ખાબોચિયામાં ફેંકી દેવામાં આવી હતી. હવે મર્ડરની આ મિસ્ટ્રી પરથી પડદો ઉંચકવા વડોદરા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાત જાણે એમ છે કે, વડોદરાનાં દુમાડ ગામની સીમમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો છે.. […]

Gujarat Vadodara
2a8c052efa89841a11fcede659187030 1 વડોદરા/ દુમાડ ગામની સીમમાંથી હત્યા કરી ખાબોચિયામાં ફેંકી દેવાયેલ લાશ મળી

વડોદરામાં એક અજાણી વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર મચી જવા પામ્યો છે. વડોદરાનાં સીમાડે આવેલ દુમાડ ગામની સીમમાં આ વ્યક્તિની હત્યા કરી લાશ ખાબોચિયામાં ફેંકી દેવામાં આવી હતી. હવે મર્ડરની આ મિસ્ટ્રી પરથી પડદો ઉંચકવા વડોદરા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાત જાણે એમ છે કે, વડોદરાનાં દુમાડ ગામની સીમમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો છે.. દુમાડથી દેણા ગામનાં વ્યાસેશ્વર મહાદેવ જવાનાં રસ્તે પાણીનાં એક ખાબોચિયામાં પડેલી લાશ અત્યંત દુર્ઘન્ધ મારતી હોઇ, સીમમાંથી પસાર થતાં ગામલોકોને તેની જાણ થઇ હતી. જેથી આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ તાબડતોબ બનાવસ્થળે પહોંચી હતી. આશરે 40 વર્ષીય આ વ્યક્તિની કરપીણ હત્યા કરીને લાશ ગામની સીમમાં ફેંકી દેવાઇ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ડી-કમ્પોઝ થઇ ગયેલી આ લાશ 2 થી 3 દિવસ જુની હોવાનું પણ ખુલ્યું છે. 

અજાણી આ વ્યક્તિનાં શરીર પર તીક્ષ્ણ હથિયારનાં અનેક ઘા હોવાથી વડોદરા તાલુકા પોલીસે એફએસએલની મદદથી હત્યાની થિયરી પર તપાસ શરૂ કરી છે.. હત્યા કરાયેલ વ્યક્તિ કોણ છે અને કયા કારણોસર તેની હત્યા કરાઇ છે તેનાં પરથી પડદો ઉંચકવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews