Not Set/ રાજકોટઃ કરિયાણાની દુકામાંથી 24 લાખની 2000 અને 500 ના દરની નવી નોટ ઝડપાઇ

રાજકોટઃ નોટબંધીથી આમ લોકો સતત હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે કાળાનાણું સંગ્રહ કરીને બેઠેલા લોકો બિન્દાસ નવી નોટો લાખો કરોડોની રકમ બેંકના કર્મચારીઓ સાથે સાંઠગાઠ કરીને કરોડો રૂપિયા સગેવગે કરી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા વિવિધ વેપારીઓ બેંક લોકોરો પર રેડ કરીને કરોડો રૂપિયાનું કાળુનાણું કબ્જે કરી રહ્યા છે. રાજકોટના રૈયારોડ […]

Gujarat

રાજકોટઃ નોટબંધીથી આમ લોકો સતત હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે કાળાનાણું સંગ્રહ કરીને બેઠેલા લોકો બિન્દાસ નવી નોટો લાખો કરોડોની રકમ બેંકના કર્મચારીઓ સાથે સાંઠગાઠ કરીને કરોડો રૂપિયા સગેવગે કરી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા વિવિધ વેપારીઓ બેંક લોકોરો પર રેડ કરીને કરોડો રૂપિયાનું કાળુનાણું કબ્જે કરી રહ્યા છે.

રાજકોટના રૈયારોડ પર કરણાયાની દૂકાનમાંથી 24 લાખની નવી ચલણી નોટ ઝડપાઇ હતી. જેમા નવી 2000 ,500 અને 100 રૂપિયાના દરન નોટોનો સમાવેશ થાય છે. આ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

એક બાજુ સામાન્ય લોકો 2500 અને 5000 હજાર માટે બેંકો અને એટીએમની લાંબી લાઇનોમાં કલાકો સુધી ઉભા રહે છે. ત્યારે બીજી બાજુ બેંકના કર્મચારીઓ સાથે સાંઠગાઠ કરીને નવી 2000 નોટ સહિત લાખો રૂપિયાનું સેટિંગ કરી લે છે. તેના પરિણામે ભોગવું તો આમ લોકોએ જ પડે છે.

દેશ અને રાજ્યમાં લાખો રૂપિયા IT ના દરોડોમાં ઝડપાઇ રહ્યા છે. જેમા નવી નોટોનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ સરકાર દાવો કર રહી છે કે, 50 દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થઇ જશે. પરંતુ લોકોની મુશ્કેલી અને બેંકોમાં લાંબી લાઇનો અને કરોડો રૂપિયાનું કાળુનાણું પકડાવવાનું ફણ યથાવત છે.