Not Set/ મહેન્દ્ર સિંહ ધોનીનાં ગ્લબ્સ પર સેનાનાં ખાસ લોગોને લઇને ICCએ કરી લાલ આંખ

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ધોની પોતાના ગ્લબ્સમાં સેનાનાં એક ખાસ લોગો સાથે ઉતર્યો હતો. આ મેચમાં વિકેટકીપિંગ કરતી વખતે મહેન્દ્ર સિંહ ધોનીનાં ગ્લબ્સ પર ભારતીય સ્પેશિયલ ફોર્સનું પ્રતિક ચિહ્નિત જોવા મળ્યુ હતુ. જેને લઇને સોશિયલ મીડિયામાં લોકો ધોનીનાં ખૂબ વખાણ કરી રહ્યા છે, પરંતુ આઈસીસીએ બીસીસીઆઈની સામે વાંધો ઉઠાવ્યો છે. આઈસીસીએ ભારતનાં સુપ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી અને […]

Top Stories Sports
dc Cover 9sa0go07lcpvuhj1l7era0neq7 20190606203527.Medi મહેન્દ્ર સિંહ ધોનીનાં ગ્લબ્સ પર સેનાનાં ખાસ લોગોને લઇને ICCએ કરી લાલ આંખ

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ધોની પોતાના ગ્લબ્સમાં સેનાનાં એક ખાસ લોગો સાથે ઉતર્યો હતો. આ મેચમાં વિકેટકીપિંગ કરતી વખતે મહેન્દ્ર સિંહ ધોનીનાં ગ્લબ્સ પર ભારતીય સ્પેશિયલ ફોર્સનું પ્રતિક ચિહ્નિત જોવા મળ્યુ હતુ. જેને લઇને સોશિયલ મીડિયામાં લોકો ધોનીનાં ખૂબ વખાણ કરી રહ્યા છે, પરંતુ આઈસીસીએ બીસીસીઆઈની સામે વાંધો ઉઠાવ્યો છે.

7q593eh ms dhoni મહેન્દ્ર સિંહ ધોનીનાં ગ્લબ્સ પર સેનાનાં ખાસ લોગોને લઇને ICCએ કરી લાલ આંખ

આઈસીસીએ ભારતનાં સુપ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી અને વિકેટ-કીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય સૈન્યના ‘બલિદાન’ બેજનો લોગો દૂર કરવા કહ્યું છે. આઈસીસીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને અપીલ કરી હતી કે ધોનીને તેના હાથનાં ગ્લબ્સ પર આર્મીનાં વિશેષ લોગોને દૂર કરવો જોઇએ. આપને જણાવી દઇએ કે, ICC વિશ્વકપ-2019માં ભારતની પ્રથમ મેચમાં, ધોની દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વિકેટકીપિંગ ગ્લબ્સ પર ભારતીય પેરા સ્પેશિયલ ફોર્સનાં આઇકોન સાથે રમી રહ્યો હતો.

dhhoni balidan badge મહેન્દ્ર સિંહ ધોનીનાં ગ્લબ્સ પર સેનાનાં ખાસ લોગોને લઇને ICCએ કરી લાલ આંખ

વિશ્વકપમાં બુધવારે જ્યારે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા વિરુદ્ધ અભિયાનની શરૂઆત કરવા ઉતરી તો વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની એક ખાસ વાતને લઈને ચર્ચમાં રહ્યો હતો. આ મેચમાં ધોનીએ પોતાની વિકેટકીપિંગ માટે જે ગ્લબ્સ પહેર્યા હતા તેમાં ભારતીય સેનાનાં ‘બલિદાન’ બેઝનો લોગો લાગેલો હતો.  ધોનીનાં ગ્લબ્સ પર જ્યારે કેમેરાની નજર પડી તો તેના પર આર્મીનો આ ખાસ લોગો લાગેલો હતો. ધોનીએ જ્યારે એન્ડિલે ફેહલુકવાયોને ચહલનાં બોલ પર સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે ફરી સેનાનો આ ખાસ લોગો પણ જોવા મળ્યો હતો. જ્યારે ધોનીનાં ગ્લબ્સ પર ખાસ ફોર્સનાં ખંજર વાળો લોગો કેમેરા પર છવાયો ત્યારે ફેન્સમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો.

06dhoni2 મહેન્દ્ર સિંહ ધોનીનાં ગ્લબ્સ પર સેનાનાં ખાસ લોગોને લઇને ICCએ કરી લાલ આંખ

મહત્વની વાત એ છે કે વર્ષ 2011માં ધોનીને ભારતીય સેનાની પેરા રેજિમેન્ટે લેફ્ટિનેન્ટ કર્નલની માનદ ઉપાધી આપી હતી. ધોનીએ પોતાની પેરા રેજિમેન્ટની સાથે ખાસ ટ્રેનિંગ પણ હાંસિલ કરી છે. સેના પ્રત્યે આ પૂર્વ કેપ્ટનનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. તે પહેલા પણ ઘણી વખત કહી ચુક્યો છે કે તે પણ સેના જોઇન કરવાનું સપનું રાખતો હતો. જો કે સેનાનો આ પ્રેમ બતાવવામાં ICCએ ધોનીની સામે લાલ આંખ કરી છે. પરંતુ ધોનીનાં ફેન્સે ધોનીની આ ગ્લબ્સની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું અને તેની ખુબ પ્રશંસા પણ થઇ રહી છે.