આ દિવસોમાં ચીનનો એક પેઈન્ટરનો વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જિયાંગ રોન્ગ્યું નામના આ પેઈન્ટરને કુદરતે ભાગ્યમાં હાથની અછત આપી છે.
પરંતુ તે હાથ વગર પેઇન્ટિંગ કરે છે. તેમની સુંદર પેઇન્ટિંગ પણ સાબિત કરે છે કે પેઇન્ટિંગ માટે હાથની જરૂર હોતી નથી.
આપણે જણાવી દઈએ કે એક ધમાકામાં તેમણે પોતાના હાથ ગુમાવી દીધા હતા. આ બાદ પણ જીયાંગે હાર ના માની અને મુશ્કેલ હાલાતોમાં તેણે પેઇન્ટિંગ બનાવવાનું શરુ રાખ્યું. હવે જિયાંગ માટે પેઇન્ટિંગ જીવન જીવવા માટે મૂડીનું સ્રોત બની ગઈ છે, સાથો સાથ તેઓ એક ઓનલાઈન સ્ટાર પણ બની ગયા છે.

જેમ કે જિયાંગે સોશિયલ મીડિયા પર ઘણાં વીડિઓ શેર કર્યા છે, જેમાં તેઓ એક હાથે પેઇન્ટિંગ કરતા દેખાય છે. આ બાદ જ જિયાંગને તેમની પ્રતિભા અને હોસલા માટે ઘણી સારી પ્રતિક્રિયા મળી રહી છે.
