Not Set/ અહીં મોબાઈલ ટાવર ડિસ ધર ઉપર પડતાં મહિલાનું મોત,  છતાંય નીલ રીપોર્ટ,ધારાસભ્યની મુલાકાત બાદ સહાય ચુકવણી

ઉના – ઉના-ગીરગઢડા તાલુકામાં તાઉતે ભારે તબાહી મચાવેલી છે. અને વાવાઝોડાના કારણે નવ માનવ જીંદગી ગુમાવી હોવાનું સરકારી તંત્રના અધિકારીઓએ જણાવેલું પરતું ગીરગઢડાના શાણાંવાકિયા

Gujarat
gir dhara અહીં મોબાઈલ ટાવર ડિસ ધર ઉપર પડતાં મહિલાનું મોત,  છતાંય નીલ રીપોર્ટ,ધારાસભ્યની મુલાકાત બાદ સહાય ચુકવણી

કાર્તિક વાજા, ઊના@મંતવ્ય ન્યૂઝ

ઉના – ઉના-ગીરગઢડા તાલુકામાં તાઉતે ભારે તબાહી મચાવેલી છે. અને વાવાઝોડાના કારણે નવ માનવ જીંદગી ગુમાવી હોવાનું સરકારી તંત્રના અધિકારીઓએ જણાવેલું પરતું ગીરગઢડાના શાણાંવાકિયા ગામે વાળંદ ગરીબ પરીવારના ધર પાસે ઉભો કરાયેલ મોબાઈલ ટાવરની ડીસ ધડાકાભેર તુટી પડેલ અને તેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. અને સારવારમાં ખસેડાયેલ હોવા છતાં શાણાંવાકિયા ગામના સર્વે કરનારા કર્મચારીએ કોઈ વાવાઝોડું આવતા કોઈ મૃત્યુ પામ્યા ન હોવાનો રીપોર્ટ તાલુકા પંચાયત ગીરગઢડાને કરી દેવાયેલ હતો.

14 દિવસ પછી ગામની મુલાકાતે ધારાસભ્ય જતાં હકીક્ત બહાર આવતાં તંત્ર ને તપાસ તાત્કાલીક કરીને સહાય ચુકવવા ફરજ પાડી

14 દિવસ પછી ગામની મુલાકાત ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ લેતાં તેમને એવી હકીકત જાણવાં મળેલી કે ગત તા. 18 મે નાં રોજ ભારે પવન સાથે ફુંકાયેલા વાવાઝોડાનાં કારણે શાણાંવાકિયા ગામે મોબાઈલનાટાવરની ડીસ તૂટી બાજુંમાં આવેલ વાળંદ પરિવારનાં મકાન પર પડેલી તેનાં કારણે મકાનની છત તુટી પડતાં મકાનની અંદર રહેલ ભાનુબેન કોટડીયાને ગંભીર ઈજાઓ થતાં ઈજાગ્રસ્ત આ મહિલાને સારવારમાં ખસેડાયેલ અને ટૂંકી સારવાર દરમ્યાન તેનું કરૂણ મોત નિપજ્યુ હતું. તેમનાં અંતિમ સંસ્કાર કરાયેલ હતાં.

આટલી મોટી દુર્ઘટના બનેલ એક પતિ એ પત્નિ ગુમાવી બાળકોએ માં ગુમાવી હોવા છતાં ગામમાં સર્વે કરનારા સરકારી તંત્રના બાબુ ઓની બેદરકારીનાં કરણે આખી મૃત્ય પામેલ ઘટના થી વાળંદ પરીવારની પર આભ તૂટી પડ્યું હોવા છતાં કોઈ વહિવટીતંત્રના અધિકારીઓ તપાસ પણ ન કરતાં આ ધટના ઉપર પરદો પડી ગયેલ.

પરંતું સત્ય કયારે પણ છુપાતુ નથીં તે ગમે સમયે બહાર આવી જાય છે. તેમ ઉના-ગીરગઢડા તાલુકાનાં ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં નુકશાનીનો સર્વે કરવાં જાત મુલાકાતે ગયાં હતાં. અને તેમણે વાળંદ પરીવારની મુલાકાત લીધી અને ધટના સ્થળે બનેલી ધટનાની જાણકારી મેળવવી હતી. પડેલા મોબાઈલ ટાવર ડિસ જોતા અને તેમાં ભાનુબેન કોટડીયાને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન મોતનો કિસ્સો બહાર આવતાં, આ પરીવારને કોઈ સહાય મળી નથીં. અને સર્વે પણ કોઈ કરવા આવેલ નથી.

તેવી મૃતકના પરીવારની રજુઆત સાંભળતા બનાવ સ્થળે થી ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ ગીરગઢડા મામલતદારને ફોન કરી સમગ્ર ધટનાની જાણકારી આપી, તાત્કાલીક ગીરગઢડા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર જાતે તપાસ કરીને, સર્વે કરવા અને મૃતક મહિલાના પરીવારને સરકારે નક્કી કરેલ ધારા ધોરણ મુજબ રૂ.4 લાખની સહાય તાત્કાલીક આપવા માંગણી કરી જવાબદાર સર્વેનો ખોટો રીપોર્ટ કરનાર અને આવી કુદરતી આફત વખતે પણ માનવંતા ગુમાવનારા સરકારી બાબુ સામે તપાસ કરીને પગલાં ભરવા પણ જણાવેલ છે.

majboor str 3 અહીં મોબાઈલ ટાવર ડિસ ધર ઉપર પડતાં મહિલાનું મોત,  છતાંય નીલ રીપોર્ટ,ધારાસભ્યની મુલાકાત બાદ સહાય ચુકવણી