Not Set/ જન્માષ્ટમીના પાવન પર્વ પર ચોટીલા દર્શન કરવા આવેલી મહિલાએ પગથિયાં પર આપ્યો બાળકીને જન્મ

ચોટીલા જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર્શન માટે આવેલી મહિલાને ડુંગરના પગથિયા પર અભૂતપૂર્વ માનવ મહેરામણ વચ્ચે પ્રસુતિ થતા બાળકીને જન્મ આપ્યો

Gujarat Others
બાળકીને જન્મ

કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીના ડુંગરે આજે હેકડેઠેઠ માનવ મહેરામણ દર્શન માટે માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે પહોંચ્યો હતો. લોકોની અભૂતપૂર્વ ભીડ વધતા મંદિરનો મુખ્યદ્વાર પણ થોડોક સમય બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે ચોટીલા જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર્શન માટે આવેલી મહિલાને ડુંગરના પગથિયા પર અભૂતપૂર્વ માનવ મહેરામણ વચ્ચે પ્રસુતિ થતા બાળકીને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો:અરવલ્લી ધનસુરાનાં બિલવણીયા ગામે માતાએ દીકરો ગુમાવ્યો, શકમંદોએ મૃતક માતાને મારમારી માતા સામેજ નોંધાવી ફરિયાદ

આવુ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તેમ ગોધરાના મંડોડ ગામની રોસનીબેન નામની મહિલાને ચોટીલા ચામુંડા માતાજી મંદિરના ડુંગરના પગથિયાં પર પ્રસૂતિની પીડા થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાઇ હતી. ચોટીલા 108 એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવેલી આ મહિલાએ બાળકીનો જન્મ માતાજીના ખોળે આપતા પરિવારમાં આનંદની લાગણીઓ ઉઠવા પામી હતી.

આ પણ વાંચો:મહિલાઓના પોષણ માટે સરકારની યોજના, સગર્ભા મહિલાઓને અપાશે પૌષ્ટિક લાડુ

આ અંગે 108 એમ્બ્યુલન્સ વાનના ઇએમટી મહેશ શીશા અને પાયલોટ ગૌરવ રામાનુજે જણાવ્યું કે, આ મહિલાને ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે પગથીયા ચઢતા સમયે અડધા રસ્તે પ્રસૂતીનો દુ:ખાવો ઉપડતા પગથીયામાં જ બાળકીને જન્મ આપ્યો હતો. અમે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલા અને નવજાત બાળકીને નીચે લઇ આવ્યા હતા અને નાળ હજૂ જોડાયેલી હતી આથી એને 108 એમ્બ્યુલન્સ વાનમાં હોસ્પિટલે લઇ જવાયા બાદ મોડેથી રજા પણ આપી દેવામાં આવી હતી.

આ પણ વાંચો:ઉપલેટા નજીક ઇકો ગાડીનુ ટાયર ફાટતા ભાવી દંપતીના મોત થયા

આ પણ વાંચો:કામસૂત્ર નામની બુકમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ લગાવી આગ, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો:ખેડૂત પાણી માટે વલખા મારી રહ્યો છે ત્યારે SOU ક્રુઝ સેવા શરૂ કરવા 12 કિલોમીટર લાંબુ સરોવર પાણી થી