દેશમાં સમયે સમયે મહિલાઓ પર આધારિત ફિલ્મો બનાવવામાં આવે છે. ઘણી ફિલ્મોના વિષયવસ્તુ લોકોને પસંદ આવતા હોય છે, તો કેટલીક એવી ફિલ્મો હોય છે જે રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં આવી જતી હોય છે. આજે અમે તમને આવી જ કેટલીક ફિલ્મ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે મહિલાઓની સુરક્ષા અને સામાજિક મુદ્દાઓ પર બનાવવામાં આવી છે. આવો જાણીએ કે આવી કઈ ફિલ્મો છે જે આ વર્ષે મહિલાના મુદ્દા પર બનાવવામાં આવી છે……
ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ
ગુંજન સક્સેનાને 12 ઓગસ્ટ, 2020 ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ગંજનનું પાત્ર જ્હાનવી કપૂરે નિભાવ્યું છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગુંજન, ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી, કારગિલ યુદ્ધમાં સેવા આપી.
થપ્પડ
થપ્પડનું નિર્દેશન અનુભવ સિન્હાએ કર્યું છે. આ ફિલ્મમાં તાપ્સી પન્નુ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે. લગ્ન જીવન પછી કેવી રીતે સ્ત્રીનું જીવન બદલાય છે, જે ઈજ્જત અને સમ્માન તેને મળવું જોઈએતે તેને મળતું નથી, તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તમે આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર જોઈ શકો છો.
પંગા
પંગામાં બોલિવૂડ ક્વીન કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં જોવા મળી છે. તેણે આ ફિલ્મમાં એક એવી મહિલાની ભૂમિકા ભજવી છે, જે 7 વર્ષના બાળકની માતા હોવા છતાં, કબડ્ડીમાં ઇતિહાસ રચે છે. ફિલ્મ આ કાર્ષની શરૂઆતમાં જ રિલીઝ કરવામાં આવી હતી, હવે તમે તેને હોટસ્ટાર પર જોઈ શકો છો.
છપાક
છપાકમાં દીપિકા પાદુકોણ લક્ષ્મી અગ્રવાલના પાત્રમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ એસિડ સર્વાઇવલ લક્ષ્મીના જીવન પર આધારિત છે. જો કે આ ફિલ્મની જે અપેક્ષાઓ હતી તે તેના પર ખરી ઉતરી નહોતી, પરંતુ આ મુદ્દો આ ફિલ્મમાં ખૂબ જ ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યો છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી, હવે તમે તેને હોટસ્ટાર પર જોઈ શકો છો.
શકુંતલા દેવી
શકુંતલા દેવીમાં વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં જોવા મળી છે. આ એક બાયોપિક છે જે તમને ખૂબ પ્રેરણા આપશે. આ ફિલ્મ 31 મી જુલાઈએ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઈ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…