Not Set/ સંરક્ષણગૃહમાં યુવતીએ ગળે ફાંસો ખાઇને આપધાત કર્યો, કારણ છે હજૂ અંકબંધ

સુરત, સુરતમાં નારી સંરક્ષણ ગૃહની ઘટના સામે આવી છે. નારી સંરક્ષણમાં યુવતીએ ગળે ફાંસો ખાઇને આપધાત કર્યો છે. ત્રણ દિવસ પહેલાં જ નારી સંરક્ષણ ગૃહમાં રહેવા માટે આવી હતી આ યુવતી. શું કારણે આપધાત કરયો છે. તે હજું સામે આવ્યું નથી. તેનું કારણ હજુ અંકબંધ છે. જો કે પોલીસ જાણ કર્યા બાદ વધુ તપાસ હાથ […]

Top Stories Gujarat Surat
mantavya 228 સંરક્ષણગૃહમાં યુવતીએ ગળે ફાંસો ખાઇને આપધાત કર્યો, કારણ છે હજૂ અંકબંધ

સુરત,

સુરતમાં નારી સંરક્ષણ ગૃહની ઘટના સામે આવી છે. નારી સંરક્ષણમાં યુવતીએ ગળે ફાંસો ખાઇને આપધાત કર્યો છે. ત્રણ દિવસ પહેલાં જ નારી સંરક્ષણ ગૃહમાં રહેવા માટે આવી હતી આ યુવતી. શું કારણે આપધાત કરયો છે. તે હજું સામે આવ્યું નથી. તેનું કારણ હજુ અંકબંધ છે. જો કે પોલીસ જાણ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતમાં નારી સંરક્ષણ ગૃહમાં આજે એક 23 વર્ષીય યુવતીએ ગૃહમાંજ ગળેફાંસો ખાધો હતો. આત્મહત્યા કરનાર યુવતીનું નામ અંકિતા હતું. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, આત્મહત્યા કરનાર યુવતી અહીં 2 દિવસ પહેલા જ અહીં આવી હતી, અને તેને આજે અચાનક ગળેફાંસો ખાઇ લેતા ગૃહમાં રહેલી બાકી યુવતીઓમાં ભયનો માહોલ ફેલાયેલો છે.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પહોંચ્યો હતો અને ઘટનાની વધુ તપાસ કરી રહી છે. પોલીસને પ્રાથમિક તારણમાં પ્રેમપ્રકરણ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ સુરત નારી સંરક્ષણ ગૃહના સત્તાધીશો આ ઘટના વિશે કોઇ ચોક્કસ માહિતી આપી શક્યા નથી.

પોલીસે યુવતી વિશે વધુ તપાસ કરીતો જાણવા મળ્યું કે, 23 વર્ષીય અંકિતાને ભાવેશ બાલુ ધનજી ગોહિલ સાથે પ્રેમ સંબંધ હતા, જેના કારણે તે 21 વર્ષની ઉંમરમાં જ ભાગી ગઇ હતી. ઘટનાને પગલે અંકિતાના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે બન્ને પ્રેમી પંખીડાઓને ઝડપી લીધા હતા, અને અંકિતાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી હતી.