IAF-Womens Day/ વીમેન્સ ડેઃ એરફોર્સમાં પહેલી વખત મહિલા અધિકારીને ફ્રન્ટલાઇન કોમ્બેટ યુનિટનો કમાન્ડ

ભારતીય હવાઈદળે ગ્રૂપ કેપ્ટન શાલિઝા ધામીને પશ્ચિમી સેક્ટરમાં ફ્રન્ટલાઈન કોમ્બેટ યુનિટની કમાન સંભાળવા માટે પસંદ કરી છે, આમ વીમેન્સ ડેના દિવસે હવાઈદળે નવો જ અધ્યાય આલેખ્યો છે.

Top Stories India
IAF Shaliza dhami વીમેન્સ ડેઃ એરફોર્સમાં પહેલી વખત મહિલા અધિકારીને ફ્રન્ટલાઇન કોમ્બેટ યુનિટનો કમાન્ડ

નવી દિલ્હી: ભારતીય હવાઈદળે ગ્રૂપ કેપ્ટન શાલિઝા ધામીને IAF-Womens Day પશ્ચિમી સેક્ટરમાં ફ્રન્ટલાઈન કોમ્બેટ યુનિટની કમાન સંભાળવા માટે પસંદ કરી છે, આમ વીમેન્સ ડેના દિવસે હવાઈદળે નવો જ અધ્યાય આલેખ્યો છે.  IAFના ઈતિહાસમાં પ્રથમ વખત, એક મહિલા અધિકારીને પશ્ચિમી ક્ષેત્રમાં મિસાઈલ સ્ક્વોડ્રનમાં ફ્રન્ટલાઈન કોમ્બેટ યુનિટની કમાન્ડ આપવામાં આવી છે.

આ મહિનાની શરૂઆતમાં, સેનાએ સામાન્ય નિયમથી અલગ કરતા પ્રથમ વખત IAF-Womens Day મહિલા અધિકારીઓને કમાન્ડની ભૂમિકા સોંપવાનું શરૂ કર્યું. તેમાંથી લગભગ 50 ફોરવર્ડ સહિત ઓપરેશનલ વિસ્તારોમાં યુનિટ હેડ કરશે. ઉત્તરીય અને પૂર્વીય કમાન્ડ બંનેમાં આવું થશે.

ગ્રૂપ કેપ્ટન ધામીને વર્ષ 2003માં હેલિકોપ્ટર પાઇલટ તરીકે નિયુક્ત કરવામાં IAF-Womens Day આવ્યા હતા અને તેમની પાસે 2,800 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. ક્વોલિફાઈડ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર શાલિઝા ધામીએ વેસ્ટર્ન સેક્ટરમાં હેલિકોપ્ટર યુનિટના ફ્લાઈટ કમાન્ડર તરીકે સેવા આપી છે.

IAFમાં ગ્રુપ કેપ્ટન આર્મીમાં કર્નલની સમકક્ષ હોય છે. IAF-Womens Day એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ દ્વારા બે પ્રસંગોએ શાનદાર કામગીરી બાદ, અધિકારી હાલમાં ફ્રન્ટલાઈન કમાન્ડ હેડક્વાર્ટરની ઓપરેશન શાખામાં પોસ્ટેડ છે.

આગામી સમયમાં ભારતીય લશ્કર અને ભારતીય નૌકાદળમાં IAF-Womens Dayપણ મહિલાઓને વિવિધ અને મહત્વની ભૂમિકાઓ સોંપવામાં આવી શકે છે. તાજેતરમાં ભૂમિદળમાં જ મિસાઇલ ટુકડીનું સંચાલન પણ મહિલા અધિકારીને મોકલવામાં આવ્યું હતું. આ જ રીતે બીએસએફમાં પણ મહિલાઓને હવે કોમ્બેટ પોઝિશનમાં ગોઠવવામાં આવી રહી છે.

સરકારે આ ઉપરાંત જંમ્મુ-કાશ્મીરમાં ચાલતા લશ્કરી ઓપરેશનમાં માનવીય અભિગમ જળવાય તે માટે તેમા પણ મહિલાઓનો સમાવેશ કરવા માંડ્યો છે. તેના લીધે નિર્દોષોને થતી હેરાનગતિના પ્રમાણમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ અભિગમના લીધે વધુને વધુ મહિલાઓને સશસ્ત્ર દળોમાં સામેલ  કરવા માટે પ્રેરણા મળી છે. આ ઉપરાંત અગ્નિવીરમાં પણ મહિલાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

સરકાર અગ્નિવીરમાં પણ હવે મહિલા કેટેગરી અલગ રાખવા માટે વિચારી રહી છે. તેની સાથે-સાથે હવે મહિલા કમાન્ડોની સ્પેશ્યલ ટુકડી પણ તૈયાર કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં અર્બન વોરફેર માટે અનુરૂપ સશસ્ત્ર દળ તૈયાર કરી શકાય. આમ લશ્કરની અને સશસ્ત્ર દળોની દરેક પાંખમાં મહિલાઓને કોમ્બેટ ભૂમિકા માટે તૈયાર કરવામાં આવી રહી છે. અર્ધલશ્કરી દળોની સાથે પોલીસમાં પણ મહિલાઓની વધુને વધુ પ્રમાણમાં ભરતી કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચોઃ Locker Rules/ બેંકમાં લાગી આગ કે થઇ લૂંટ, જાણો કેવી રીતે થાય છે લોકરમાં રાખેલી કિંમતી ચીજવસ્તુઓની ભરપાઈ

આ પણ વાંચોઃ Chinapremier/ ચીનમાં બે મહિનાનું લોકડાઉન નાખનાર અને જિનપિંગનો સહાયક નવો પ્રીમિયર

આ પણ વાંચોઃ H3N2/ ઉધરસ દિવસો સુધી મટી નથી રહી, થાક લાગે છે એમ લાગે છે કે કોરોના થયો