Not Set/ યુપી પોલીસ/ ઇપીએફ કૌભાંડ મામલે પૂર્વ એમડી અયોધ્યા પ્રસાદ મિશ્રાની ધરપકડ

સોમવારે યુપી પોલીસની વિશેષ ટીમે પીએમ કૌભાંડમાં ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડનાં પૂર્વ એમડી અયોધ્યા પ્રસાદ ઉર્ફે એકે મિશ્રાની ધરપકડ કરી હતી. એકે મિશ્રા અખિલેશ સરકારનાં નજીક હતા અને તેમને એસપી સરકાર દરમિયાન ત્રણ સર્વિસ એક્સ્ટેંશન મળ્યુ હતુ. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનનાં કર્મચારીઓનાં ઇપીએફ કૌભાંડ મામલે સરકારે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશ પાવર […]

Top Stories India
A P Mishra યુપી પોલીસ/ ઇપીએફ કૌભાંડ મામલે પૂર્વ એમડી અયોધ્યા પ્રસાદ મિશ્રાની ધરપકડ

સોમવારે યુપી પોલીસની વિશેષ ટીમે પીએમ કૌભાંડમાં ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડનાં પૂર્વ એમડી અયોધ્યા પ્રસાદ ઉર્ફે એકે મિશ્રાની ધરપકડ કરી હતી. એકે મિશ્રા અખિલેશ સરકારનાં નજીક હતા અને તેમને એસપી સરકાર દરમિયાન ત્રણ સર્વિસ એક્સ્ટેંશન મળ્યુ હતુ.

ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનનાં કર્મચારીઓનાં ઇપીએફ કૌભાંડ મામલે સરકારે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડનાં પૂર્વ એમડી અયોધ્યા પ્રસાદ મિશ્રા (એપી મિશ્રા) ની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ કોર્પોરેશનનાં ભૂતપૂર્વ ડિરેક્ટર (નાણાં) સુધાંશુ દ્વિવેદી અને કર્મચારી ટ્રસ્ટનાં તત્કાલીન સચિવ પ્રવીણકુમાર ગુપ્તાને શનિવારે પોલીસે ધરપકડ કરી હતી. પૂર્વ એમડી એપી મિશ્રાએ પણ અખિલેશ યાદવ પર એક પુસ્તક લખ્યું હતું. ભ્રષ્ટાચારમાં વીજ વિભાગનાં કર્મચારીઓનાં પી.એફ.નાં નાણાં ગેરરીતિમાં લગાવવાનાં કૌભાંડમાં આશરે અઢી હજાર કરોડની ગડબડીનો આક્ષેપ છે.

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર બન્યા બાદ, ભ્રષ્ટાચારનાં કેસ બનવાના ઘટસ્ફોટનાં કારણે એકે મિશ્રાને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. સોમવારની રાતથી યુપી પોલીસની વિશેષ ટીમ ગોમતીનગર અને અલીગંજનાં નિવાસસ્થાન અને ઓફિસો પર અયોધ્યા પ્રસાદ મિશ્રા પર નજર રાખી રહી હતી. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે સોમવારે રાત્રે સેક્રેટરી એનર્જી અને ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અપર્ણા યૂ ને તેમના પદ પરથી હટાવ્યા છે. તેમની જગ્યાએ વરિષ્ઠ અધિકારી એમ.દેવરાજને કમાન સોપવામાં આવી છે. રાજ્ય સરકારે પાવર કોર્પોરેશનનાં કર્મચારીઓનાં પ્રોવિડન્ટ ફંડની ખાનગી સંસ્થામાં રોકાણ કર્યાનાં ખુલાસા બાદ આ નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.