women's Day 2022/ વુમન્સ ડે સ્પેશિયલ : જાણો આ શોભનાબેન વિશે કે જેઓએ પોતાની મહેનતે કર્યું એવું કે..

શોભનાબેન સોજીત્રાએ 21 વર્ષની મહેનતે તબેલો તૈયાર કર્યો છે. જેમાં આજે 9 ભેંસ અને 18 ગાયો છે અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરી આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે.

Gujarat Rajkot
શોભનાબેન

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે.ત્યારે આજે આપણે વાત કરશું એક એવી મહિલાઓની કે જેને સમાજ માટે નવી રાહ ચીંધી છે.દુખના સમયે ધીરજ રાખી આજે પોતાની જાત મહેનતે પોતાના પગ પર અડીખમ ઉભી થઈ છે. તબેલામાં કામ કરતી આ મહિલાનું નામ શોભનાબેન છે.શોભનાબેન સોજીત્રાએ 21 વર્ષની મહેનતે તબેલો તૈયાર કર્યો છે. જેમાં આજે 9 ભેંસ અને 18 ગાયો છે અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરી આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. શોભનાબેનના પતિનું 25 વર્ષ પહેલા અવસાન થયુ હતુ .પતિના અવસાન બાદ તેમના પર દુખોનો આભ તૂટી પડ્યો હતો પરંતુ તેમ છતાં તેઓ હિંમત હાર્યા નહોતા .પોતાનું પોતાના બે નાના બાળકોના ગુજરાન માટે પિયરમાંથી તેમને મદદ માટે એક ભેંસ મળી હતી.ત્યાર બાદ તેમને પશુપાલનના વ્યવસાયથી પોતાનો ગુજરાન ચલાવવાનું નક્કી કર્યુ અને પછી પોતાની હિંમત અને જાત મહેનતથી મોટો તબેલો ઉભો કર્યો માત્ર આટલુ જ નહિં. પોતાના બે બાળકોને ભણાવી એકને ચાર્ટડ એકાઉન્ટન્ટ તો બીજાને પશુ ડોક્ટર બનાવ્યો.

25 વર્ષની સખત આજે મહેનતે શોભના બેન એક સફળ પશુપાલક બન્યા છે અને અદ્યતન તબેલો પણ બનાવ્યો છે.પોતાની કોઠાસૂઝ અને આત્મવિશ્વાસના જોરે તેઓ એક આત્મનિર્ભર મહિલા બન્યા છે અને સાબિત કર્યું છે કે જો એક મહિલા ધારે તો તે કંઈ પણ કરી શકે છે.

આજે મહિલા દિવસ છે, આજે આપણે વાત કરશું એવી મહિલાઓની કે જેને સમાજ ને ઉદારણીય કામ કરી ને પોતે ઉદારણ બની ને એક મહિલા શું કરી શકે તે બતાવ્યું છે, ઉપલેટામાં આવીજ એક મહિલા છે જેણે સમાજ માટે નવી રાહ ચીંધી છે અને મહિલા ધારે તો શું ન કરી શકે તે બતાવ્યું છે.

a 37 1 વુમન્સ ડે સ્પેશિયલ : જાણો આ શોભનાબેન વિશે કે જેઓએ પોતાની મહેનતે કર્યું એવું કે..

અહીં તમે જોઈ રહ્યા છો કે જેમાં એક મહિલા અહીં ગૌશાળા અને ભેંસના તબેલામાં કામ કરી રહી છે, અહીં આ તબેલામાં 7 ભેંસ અને 13 જેટલી ગાયો છે અને આ મહિલા અહીં એકલે હાથે આ તબેલો અને ગૌશાળા ચલાવે છે, આ કોઈ સામાન્ય મહિલા નથી આ તબેલો તેણે એકલે હાથે બનાવેલ છે, અહીં પહોંચવા માટે તેણે સખત મહેનત કરી છે અને તેની કહાણી જોઈએ..

a 37 2 વુમન્સ ડે સ્પેશિયલ : જાણો આ શોભનાબેન વિશે કે જેઓએ પોતાની મહેનતે કર્યું એવું કે..

આ મહિલા છે ઉપલેટાની શોભનાબેન ગીરીશભાઈ સોજીત્રા છે ઉંમર અંદાજિત 60 વર્ષ ઉપર શોભનાબેન ઉપર આજથી 25 વર્ષ પહેલા આભ તૂટી પડ્યું જેમાં તેના બે નાના બાળકોને મૂકીને તેના પતિનું અચાનક મોત થયું, બાળકોમાં 3થી 4 વર્ષની એક પુત્રી અને માત્ર 3 મહિના નો પુત્ર સમાજની પુરી સમજ ના હોય અને તેવા સમયે તેનો જીવવાનો સથવારો છીનવાઈ ગયો અને હવે શું કરવું તે મોટી સમસ્યા હતી, આ સમયે પણ શોભનાબેને કોઈ ઉપર બોજ બનવાનને બદલે પોતાની જાતે જે કંઈક કરવાનું નક્કી કર્યું અને તેના ભાગ રૂપે તેના પિયર  તરફ થી તને જીવવા માટે એક ભેંશ આપવામાં આવી માત્ર 1 ભેંસ સાથે શોભનાબેને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો અને પછી એવો વિચાર આવ્યો કે જો હજુ કે ભેંસ વધુ હોય વધુ આવક થાય અને પરિવારનું ગુજરાન સારું ચાલે આ માટે તેણે સમાજની મદદ માંગી અને એકે ભેંસ વધુ લીધી અને આ રીતે તેને પશુ પાલન નો વ્યવસાય શરૂ કર્યો અને સાથે સાથે તેના બંને બાળકોને શરુ શિક્ષણ મળે અને સમાજમાં કંઈક બને તે માટે સખ્ત પ્રયન્ત કર્યા, વધુ આવક માટે તેવો ઘરે ઘરે દૂધ દેવામાં માટે પણ જતા હતા, સખ્ત મહેનત ને લઈને ધીમે ધીમે શોભનાબેન પશુપાલન માં પાવરધા થઇ ગયા અને ધીમે ધીમે મહેનત રંગ લાવી અને તેવો ને પોતાના ગુજરાન ચલાવવા અને બાળકોના ભરણ પોષણ માટે કોઈની પાસે હાથ લબાવો ના પડ્યો.

a 37 3 વુમન્સ ડે સ્પેશિયલ : જાણો આ શોભનાબેન વિશે કે જેઓએ પોતાની મહેનતે કર્યું એવું કે..

પશુપાલન ની આવક માંથી તેણે એક મોટી ગૌશાળા બનાવી નાખી જે આજે તમારી નજર સામે છે અને તેના થી મોટી વાત તો એ કે તેણે તેના બન્ને સંતાન ને ભણાવી ને ખાસ બનાવ્યા છે,

હા તેના સંતાનો પણ કંઈક અલગ માટી ના બનેલ છે, પોતાની માતાને સખ્ત મહેનત કરતી જોઈ અને તેઓ પણ અભ્યાસમાં સખ્ત મહેનત કરવું લાગ્યા હતા આજના સમયે કોઈ એ ચાર્ટર એકાઉન્ટન બનવું હોય તો ખુબજ મહેનત કરવી પડે અને શોભાના બંનેની દીકરી એ પોતાની માતાની જેમજ મહેનત કરી અને તે હવે કે ચાર્ટર એકાઉન્ટન છે જયારે પુત્ર પણ મહેનત કરીને એનિમલ ડોક્ટર છે.

a 37 4 વુમન્સ ડે સ્પેશિયલ : જાણો આ શોભનાબેન વિશે કે જેઓએ પોતાની મહેનતે કર્યું એવું કે..

બાળપણ થી જ પોતાની બાળકોના ભરણ પોષણ માટે સખ્ત મહેનત કરતી જોઈ છે બાળકો એ પોતાની માં ને તેવોના અભ્યાસ માટે પેટે પાટા બાંધતી જોઈ છે અને બાળકો પણ આજે તેની માતાની કુરબાની અને સખ્ત મહેનત થી જ અહીં સુધી પહોંચ્યા છે તે સ્વીકારે છે અને પોતાની માટે એક ભગવાન થી ઓછી નહિ હોવાનું માને છે અને આજે તેવો જે કાંઈ છે તે તેની માતા ને લીધે હોવાનું કહે છે

25 વર્ષની સખ્ત મહેનત અને આજે  એક સફળ પશુપાલક ને કે માતા એ સમાજને નવી રાહ બતાવી છે અને સાબિત કર્યું છે કે જો એક મહિલા ધારે તો તે કઈ પણ કરી શકે છે, જે શોભનાબેને બતાવી આપ્યું.

આ પણ વાંચો :આર્મીમેન પતિએ પત્ની પર ફાયરિંગ બાદ મહિલાને બંદૂકના હાથાથી માર માર્યો

આ પણ વાંચો :બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ધાબા પરથી લગાવીમોટની છલાંગ

આ પણ વાંચો :દીકરીના બર્થ-ડે કેક કાપતા પહેલા પિતાએ ખાધો ગળેફાંસો, ઉજવણી ફેરવાઇ માતમમાં

આ પણ વાંચો :સરકારી પ્રાથમિક શાળાઓમાં 19 હજારથી વધુ ઓરડાની ઘટ, આમ ‘ભણશે ગુજરાત’ !