Not Set/ ઇન્ડોનેશિયાના બાલીથી ૪૦ કિમી દૂર આવ્યો શક્તિશાળી ભૂકંપ, ૧૩ લોકોના મોત

બાલી, ઇન્ડોનેશિયાના બાલીથી ૪૦ કિમી દૂર આવેલા પર્યટન સ્થળ લોમ્બોક દ્વીપ વિસ્તારમાં આવેલા એક શક્તિશાળી ભુંકપના કારણે ૧૩ લોકોના મોત થયા હોવાની પૃષ્ટિ થઇ છે. આ ભૂકંપની તીવ્રતા ૬.૪ માપવામાં આવી છે. આ શક્તિશાળી ભૂકંપ રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે ૭ વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર ઉત્તરી લોમબોકમાં બતાવવામાં આવી રહ્યું છે. Dampak gempa […]

Top Stories World Trending
102744277 efeb553f b340 43f4 96ce a4f97bb96ff0 ઇન્ડોનેશિયાના બાલીથી ૪૦ કિમી દૂર આવ્યો શક્તિશાળી ભૂકંપ, ૧૩ લોકોના મોત

બાલી,

ઇન્ડોનેશિયાના બાલીથી ૪૦ કિમી દૂર આવેલા પર્યટન સ્થળ લોમ્બોક દ્વીપ વિસ્તારમાં આવેલા એક શક્તિશાળી ભુંકપના કારણે ૧૩ લોકોના મોત થયા હોવાની પૃષ્ટિ થઇ છે. આ ભૂકંપની તીવ્રતા ૬.૪ માપવામાં આવી છે.

આ શક્તિશાળી ભૂકંપ રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે ૭ વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર ઉત્તરી લોમબોકમાં બતાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, ઇન્ડોનેશિયામાં આવેલો લોમ્બોક દ્વીપ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે જે બાલી દ્વીપથી ૪૦ કિલોમીટર દૂરપૂર્વમાં સ્થિત છે. સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, ભૂકંપના કારણે કેટલીક ઇમારતોમાં નુકશાન પહોચ્યું છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

ઇન્ડોનેશિયામાં રાહત બચાવના કાર્યમાં લાગેલી એજન્સીના પ્રવક્તા સુતોપો પુરવો નુગરોહોએ જણાવ્યું છે કે, “અંદાજે ૪૦ લોકો આ ભૂકંપના કારણે ઘાયલ થયા છે અને ઘણી ઈમારતો ક્ષતિગ્રસ્ત પણ થઇ છે. અમને લાગી રહ્યુ છે કે, ઘાયલો અને મૃતકોની સંખ્યા હજી પણ વધી શકે છે.

102744317 048399137 1 ઇન્ડોનેશિયાના બાલીથી ૪૦ કિમી દૂર આવ્યો શક્તિશાળી ભૂકંપ, ૧૩ લોકોના મોત

જયારે આ વિસ્તારના એક વ્યક્તિએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું, “ખૂબ તેજ ભૂકંપ હતો અને લોકો ગભરાહટના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી રહ્યા હતા. ભૂકંપ આવવાના ગણતરીની મિનિટોમાં જ સમગ્ર શહેરની વીજળી ગાયબ થઇ ગઈ હતી”.

ઇન્ડોનેશિયામાં ભૂકંપનો વધુ ખતરો રહેતો હોય છે, કારણ કે આ દેશ “રિંગ ઓફ ફાયર” એટલે કે સતત ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટની રેખામાં સ્થિત છે. આ રેખા પ્રશાંત મહાસાગરના લગભગ સમગ્ર ભાગમાંથી પસાર થાય છે.