Not Set/ મલેશિયામાં ઝેરી દારૂ પીવાથી એક ભારતીય સહિત ૧૫ લોકોના મોત

મલેશિયામાં ઝેરી દારૂ અને બીયર પીવાને લીધે એકસાથે એક ભારતીય સહિત ૧૫ લોકોના મોત થયા છે. મૃત પામેલા લોકો મોટા ભાગે વિદેશમાં રહે છે. સન ડેલીના સમાચાર પ્રમાણે મરનાર લોકોની સંખ્યા હજુ વધી શકે તેમ છે. હાલ પણ ૩૩ લોકો હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે જેમાંથી ઘણા લોકોની તબિયત ગંભીર છે. ક્લેંગ શહેરમાં શંકાસ્પદ ઝેરી […]

World
6de549a7 620f 4bfd 8a2a f3d20477600a GettyImages 846037086 મલેશિયામાં ઝેરી દારૂ પીવાથી એક ભારતીય સહિત ૧૫ લોકોના મોત

મલેશિયામાં ઝેરી દારૂ અને બીયર પીવાને લીધે એકસાથે એક ભારતીય સહિત ૧૫ લોકોના મોત થયા છે. મૃત પામેલા લોકો મોટા ભાગે વિદેશમાં રહે છે. સન ડેલીના સમાચાર પ્રમાણે મરનાર લોકોની સંખ્યા હજુ વધી શકે તેમ છે. હાલ પણ ૩૩ લોકો હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે જેમાંથી ઘણા લોકોની તબિયત ગંભીર છે. ક્લેંગ શહેરમાં શંકાસ્પદ ઝેરી દારૂના લીધે અત્યાર સુધી ૧૫ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે.

આ ઘટનાસ્થળ મલેશિયાની રાજધાનીથી ૩૩ કિલોમીટર દૂર આવેલું છે. વરિષ્ઠ પોલીસ અધિકારી ડી એમ મંસૂરે જણાવ્યું હતું કે ઝેરી દારૂના લીધે આ ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે પરંતુ તેઓ પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મરનારામાં એક ભારતીય, ૪ નેપાળી અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.