Not Set/ વિસ્ફોટોથી હચમચી ગયું અફઘાનિસ્તાનમાં, બોમ્બ બ્લાસ્ટમાં 8નાં મોત, 10 ઘાયલ

અફઘાનિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ પહેલા મંગળવારે દેશના જુદા જુદા ભાગોમાં બોમ્બ વિસ્ફોટો થયાના સમાચાર મળી રહ્યા છે. રાજધાની કાબુલમાં અમેરિકન દૂતાવાસ નજીક બોમ્બ બ્લાસ્ટ થયો હતો ત્યાં જ  ઉત્તરના રાજ્ય પરવાનમાં રાષ્ટ્રપતિ અશરફ ઘાનીની ચૂંટણી રેલી પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 8 લોકોનાં મોત થયાં હોવાનાં અહેવાલ છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે […]

Top Stories World
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 15 વિસ્ફોટોથી હચમચી ગયું અફઘાનિસ્તાનમાં, બોમ્બ બ્લાસ્ટમાં 8નાં મોત, 10 ઘાયલ

અફઘાનિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ પહેલા મંગળવારે દેશના જુદા જુદા ભાગોમાં બોમ્બ વિસ્ફોટો થયાના સમાચાર મળી રહ્યા છે. રાજધાની કાબુલમાં અમેરિકન દૂતાવાસ નજીક બોમ્બ બ્લાસ્ટ થયો હતો ત્યાં જ  ઉત્તરના રાજ્ય પરવાનમાં રાષ્ટ્રપતિ અશરફ ઘાનીની ચૂંટણી રેલી પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 8 લોકોનાં મોત થયાં હોવાનાં અહેવાલ છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બ એક પોલીસ વાહનને નિશાન બનાવીને ફેકવામાં આવ્યો હતો. આ વાહનની નજીક રેલીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ પદના અભિયાનના પ્રવક્તા હામિદ અઝીઝે જણાવ્યું હતું કે બ્લાસ્ટ દરમિયાન રાષ્ટ્રપતિ ઘાની પણ તે સ્થળે હાજર હતા. પરંતુ તેઓ સંપૂર્ણપણે સલામત છે.

પરવાનના રાજ્ય પ્રવક્તા વાહિદા શહકારે જણાવ્યું હતું કે ધડાકો તે જ સ્થળે થયો હતો જ્યાં રેલી ચાલી રહી હતી. આ વિસ્ફોટ રેલી સ્થળના પ્રવેશદ્વાર પર થયો હતો. હાલમાં આ વિસ્ફોટ માટે કોઈ આતંકી સંગઠને  જવાબદારી લીધી નથી. આ મહિનાના અંતમાં અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીઓ યોજાવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.