વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના 69 જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવેલા છે. સવારે કેવડીયા ખાતે નમામિ દેવી નર્મદે કાર્યક્રમ હાજરી આપીને ત્યથી સીધા હેલિકોપ્ટર મારફતે ગાંધીનગર પહોચ્યા હતા. જ્યાં તેઓ તેમના માતાના નિવાસ સ્થાન ગયા હતા અને માતા ના આશીર્વાદ લીધા હતા. અને માતા સાથે ભોજન પણ ગ્રહણ કર્યું હતું. ભોજન બાદ પીએમ મોદી ત્યથી સીધા જ રાજ ભવન ખાતે જવા રવાના થયા હતા.
રાજભવન ખાતે પીએમ મોદીએ ગુજરાત મંત્રી મંડળના સભ્યો સાથે બેઠક કરશે. જેમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. અને આ મુલાકાત પતાવી પીએમ મોદી વારાણસી જવા રવાના થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.