મનપાની ઘોર બેદરકારી/ વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી પાણીનો બગાડ, રહીશોમાં રોષની લાગણી

તંત્રના પાપે વડોદરાના પૂર્વ વિસ્તારના આજવારોડ પર આવેલા પૂજા પાર્ક પાસે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

Gujarat Vadodara
વડોદરામાં
  • વડોદરા મનપાની ઘોર બેદરકારી
  • પૂજા પાર્ક પાસે પાણીનો વેડફાટ
  • પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા વેડફાટ
  • છેલ્લા ત્રણ દિવસથી પાણીનો બગાડ

વડોદરામાં પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ સામે આવ્યો છે.એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તંત્રના પાપે વડોદરાના પૂર્વ વિસ્તારના આજવારોડ પર આવેલા પૂજા પાર્ક પાસે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.જો કે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ  હજૂ સુધી  કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.જેને લઈ રહીશોમાં રોષની લાગણી જોવા મળી છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક પાણીની લાઈન માં ભંગાણ સર્જાયું છે પૂર્વ વિસ્તારના આજવારોડ પર આવેલા પૂજા પાર્ક પાસે છેલ્લા 3 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે અને ભંગાણના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

એક બાજુ પૂર્વ વિસ્તારમાં રહીશો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે બીજી બાજુ ઉનાળામાં પાણીનો વેડફાટ થતો હોવા છતાં પાલિકા તંત્ર ઘોર નિંદ્રામા છે.

આ પણ વાંચો :સલાબતપુરા પોલીસે મોબાઈલ સ્નેચર અને રીસીવરની ધરપકડ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો :જામનગરમાં ગેસની લાઇન લીક થતા અફરાતફરી, સ્થાનિકોને અપાઈ આ સૂચના

આ પણ વાંચો :ભેસ્તાનમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, 400 કટ્ટા જેટલું અનાજ કરાયુ કબ્જે

આ પણ વાંચો :જામનગરમાં પ્રથમ કોપી કેસ, ગણિતના પેપરમાં ગેરરીતિનો નોંધાયો કેસ