Not Set/ સંયુક્ત રાષ્ટ્ર : આજે પણ એશિયામાં ૪૮.૬ કરોડ લોકો ભૂખ સામે લડી રહ્યા છે

દુનિયામાં રોજ કેટલાય એવા લોકો છે જે ભૂખમરાને લીધે મૃત્યુ પામે છે. હાલમાં જ ભૂખમરાને લઈને સંયુક્ત રાષ્ટ્રએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એશિયામાં આજે પણ ૫૦ કરોડ લોકો ભૂખ સામે લડી રહ્યા છે. ખોરાક, કૃષિ સંગઠન અને સંયુક્ત રાષ્ટ્ર એમ ત્રણ એજન્સી દ્વારા આ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રીપોર્ટ પ્રમાણે વધારે યોગ્ય […]

Top Stories World Trending
4053910786 4745107ae0 b news featured સંયુક્ત રાષ્ટ્ર : આજે પણ એશિયામાં ૪૮.૬ કરોડ લોકો ભૂખ સામે લડી રહ્યા છે

દુનિયામાં રોજ કેટલાય એવા લોકો છે જે ભૂખમરાને લીધે મૃત્યુ પામે છે. હાલમાં જ ભૂખમરાને લઈને સંયુક્ત રાષ્ટ્રએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

એશિયામાં આજે પણ ૫૦ કરોડ લોકો ભૂખ સામે લડી રહ્યા છે.

ખોરાક, કૃષિ સંગઠન અને સંયુક્ત રાષ્ટ્ર એમ ત્રણ એજન્સી દ્વારા આ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રીપોર્ટ પ્રમાણે વધારે યોગ્ય શહેર એટલે કે બેંગકોક અને મલેશિયાની રાજધાનીમાં પણ ગરીબ લોકો મોજુદ છે જે લોકો પોતાના બાળકોને યોગ્ય ખોરાક નથી આપી શકતા.

જેના કરણે તેના ભવિષ્ય અને સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડે છે.

બેંગકોકમાં કુલ વસ્તીના એક તૃતીયાંશથી પણ વધારે લોકોને પર્યાપ્ત માત્રામાં ભોજન નથી મળતું. પાકિસ્તાનમાં પણ ચાર ટકા એવા બાળકો છે જે લોકોને ન્યુનતમ ભોજન પણ  નથી મળતું.

થોડા મહિના પહેલા જ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય એજન્સીના પ્રમુખ ડેવિડ બીસલીએ કહ્યું હતું કે ભૂખ સામે લડી રહેલા આશરે ત્રણ કરોડ ૨૦ લાખ બાળકો સોમાલિયા, યમન, દક્ષીણ સુડાન અને પૂર્વ નાઇજીરીયાના રહેવાસી છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે વૈશ્વિક રૂપે ઘણા લાંબા સમયથી ૮૧ કરોડ ૫૦ લાખ લોકો ભૂખમરા સામે લડી રહ્યા છે. જેમાં ૬૦ ટકા લોકો સંઘર્ષિત વિસ્તારમાં રહે છે એટલું જ નહી પરંતુ તેમને ખબર પણ નથી હોતી કે આવતીકાલનું જમવાનું ક્યાંથી મળશે ?