Not Set/ અફઘાનિસ્તાન: કાબુલમાં સંચાર મંત્રાલય પાસે પ્રચંડ વિસ્ફોટ અને ફાયરિંગ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે સંચાર મંત્રાલયની નજીક પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને ગોળીબારનો પણ અવાજ સાંભળવા મળ્યો હતો. તાલિબાન અને અફઘાનિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી વાતચીતનો ફિયાસ્કો થયાના એક દિવસ પછી આ હુમલો થયો છે. આ હુમલો ક્યાં આતંકી સંગઠને કર્યો તે હજુ માલુમ નથી પડ્યું. કોઇ જાનહાની વિશે પણ હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. […]

World
Bomb Blast અફઘાનિસ્તાન: કાબુલમાં સંચાર મંત્રાલય પાસે પ્રચંડ વિસ્ફોટ અને ફાયરિંગ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે સંચાર મંત્રાલયની નજીક પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને ગોળીબારનો પણ અવાજ સાંભળવા મળ્યો હતો. તાલિબાન અને અફઘાનિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી વાતચીતનો ફિયાસ્કો થયાના એક દિવસ પછી આ હુમલો થયો છે.

આ હુમલો ક્યાં આતંકી સંગઠને કર્યો તે હજુ માલુમ નથી પડ્યું. કોઇ જાનહાની વિશે પણ હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. કાબુલમાં ઉપસ્થિત એક સુરક્ષા અધિકારીએ કહ્યું કે સૂચના મળી છે કે ચાર હુમલાખોરો સંચાર મંત્રાલયની પાસે છે. હાલમાં અફઘાનના સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થઇ રહ્યો છે.

ગૃહમંત્રાલય અનુસાર સવારે 11 કલાકે અને 40 મિનિટે વિસ્ફોટનો અવાજ આવ્યો હતો. ત્યારબાદ ગોળીબાર થયો છે.