Not Set/ ગૂગલની નિર્માણાધીન ઓફિસના કેમ્પસ પર ક્રેન પડી, 4 લોકોનાં મોત, અન્ય 4 ઘાયલ

વોશિંગ્ટન, અમેરિકાના સિએટલ શહેરમાં ગૂગલની એક નિર્માણાધીન ઓફિસ પર ક્રેન પડી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગૂગલની નવી ઓફિસ સહિત કેમ્પસનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું તે સમયે આ ઘટના બની હતી. શહેરના કેન્દ્રમાં સ્થિત આ પરિસરમાં ગૂગલના નવા કેમ્પસનું નિર્માણ થઇ રહ્યું છે. ક્રેન પડી તો […]

World
Googe Office Crane ગૂગલની નિર્માણાધીન ઓફિસના કેમ્પસ પર ક્રેન પડી, 4 લોકોનાં મોત, અન્ય 4 ઘાયલ

વોશિંગ્ટન,

અમેરિકાના સિએટલ શહેરમાં ગૂગલની એક નિર્માણાધીન ઓફિસ પર ક્રેન પડી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગૂગલની નવી ઓફિસ સહિત કેમ્પસનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું તે સમયે આ ઘટના બની હતી.

શહેરના કેન્દ્રમાં સ્થિત આ પરિસરમાં ગૂગલના નવા કેમ્પસનું નિર્માણ થઇ રહ્યું છે. ક્રેન પડી તો તેની નીચે 6 ગાડીનો કુચડો બોલી ગયો હતો. આ દુર્ઘટનામાં મૃતકોમાં ત્રણ પુરુષ સહિત એક મહિલા સામેલ છે.

ઇજાગ્રસ્તોમાં 4 વર્ષની બાળકી પણ સામેલ

ઇજાગ્રસ્તમાં એક 27 વર્ષીય પુરુષ અને 25 વર્ષીય મહિલા સાથે એક ચાર મહિનાની બાળકી પણ સામેલ છે. આ દુર્ઘટના પાછળનું કારણ જાણવા માટે હાલ તો શ્રમ અને ઉદ્યોગ મંત્રાલયે તપાસના આદેશ જારી કર્યા છે. સિયેટલના મેયરે આ દુર્ઘટનાને ભયાવહ ગણાવી હતી અને લોકોને સર્તક રહેવાની પણ ચેતવણી આપી હતી.