Not Set/ ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાની કોશિશમાં પકડાયલ લોકોને અમાનવીય સ્થિતિમાં રખાય છે, સાંસદે કર્યો ખુલાસો

વોશિંગ્ટન અમેરિકામાં જઈને વધુ પૈસા કમાવવાની લાલચે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં જવા માટે કઈ પણ કરવા માટે તૈયાર થઇ જતા હોય છે. જીવના જોખમે કોઈ પણ પરિસ્થિતિમાં અમેરિકા પહોંચવા માટે તૈયાર હોય છે. પરંતુ આવી ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવાની કોશિશમાં જે લોકો પકડાઈ જાય છે તેવા લોકોની હાલત બદતર હોય છે તેની ચોંકાવનારી માહિતી હાલમાં […]

Top Stories World
8 ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાની કોશિશમાં પકડાયલ લોકોને અમાનવીય સ્થિતિમાં રખાય છે, સાંસદે કર્યો ખુલાસો

વોશિંગ્ટન

અમેરિકામાં જઈને વધુ પૈસા કમાવવાની લાલચે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં જવા માટે કઈ પણ કરવા માટે તૈયાર થઇ જતા હોય છે. જીવના જોખમે કોઈ પણ પરિસ્થિતિમાં અમેરિકા પહોંચવા માટે તૈયાર હોય છે. પરંતુ આવી ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવાની કોશિશમાં જે લોકો પકડાઈ જાય છે તેવા લોકોની હાલત બદતર હોય છે તેની ચોંકાવનારી માહિતી હાલમાં સામે આવી છે.

ગેરકાયદેસર રીતે અમેરીકા પહોંચીને શરણ માંગનાર ૫૨ ભારતીય નાગરીકોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી મોટાભાગના સિખ નાગરીકો છે. આ તમામને ઓરેગોન રાજ્યના એક ડિટેંશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

ડેમોક્રેટીક સાંસદોની એક ટીમે આ ડિટેંશન સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મહિલા સાંસદ સુઝૈને પોતાના બ્લોગમાં આ અંગે ખુલાસો કરતા લખ્યુ છે કે, આ સેન્ટરમાં મોટાપાયે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલ વિદેશીઓને રખાયા છે.

તેમણે જણાવ્યુ કે, અહીં લગભગ ૧૨૩ લોકોને કેદ કરાયેલ છે, જેમાં સૌથી વધુ ભારતીયોની સંખ્યા છે.  જેમાંથી મોટાભાગના સિખ છે. સાંસદે દાવો કર્યો છે કે આ લોકોને ડિટેન્શન સેન્ટરમાં અમાનવીય સ્થિતિમાં રખાયા છે. તેમને પ્રતિ દિવસ ૨૨-૨૨ કલાક સુધી નાની કોટડીઓમાં બંધ રાખવામાં આવે છે.

સાંસદે વધુમાં લખ્યુ છે કે, આ તમામ લોકો ધાર્મિક સ્વતંત્રતા મેળવવા માટે અમેરિકા આવ્યા હતા. તેમાંથી મોટાભાગના લોકો પોતાના દેશમાં હિંસા અને અત્યાચારનો સામનો કરી ચુક્યા છે. કેટલાક લોકો પોતાની પત્ની અને બાળકો સાથે અમેરિકાની સરહદ પર પહોંચ્યા હતા, જોકે હવે તેમને ખબર નથી કે તેમના પરિવારના સભ્યો ક્યાં છે.

મહત્વનુ છે કે, અમેરિકામાં મોટાપાયે ગેરકાયદેસર રીતે ભારતીયો વસવાટ કરે છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા  બાદ ત્યાંની પોલીસી વધુ કડક થતા ગેરકાયદેસર વસવાટ કરવું મુશ્કેલ બન્યું છે.