Not Set/ 9/11 હુમલાની 18 મી વરસી પર અફઘાનિસ્તાનમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો

અમેરિકામાં 11 સપ્ટેમ્બર, 2001 ના રોજ થયેલા આતંકી હુમલાના 18 વર્ષ પૂરા થયાના દિવસે અફઘાનિસ્તાનમાં અમેરિકન દૂતાવાસ ખાતે રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી. મધ્યરાત્રિ પછી મધ્ય કાબુલમાં ધુમાડો છવાય ગયો અને સાયરનનો અવાજ સંભળાયો. દૂતાવાસની અંદરના કર્મચારીઓએ લાઉડસ્પીકર ઉપર એક સંદેશ સાંભળ્યો કે કમ્પાઉન્ડ પર […]

Top Stories World
AAAAAAAAAAAAAAAAAmahi 4 9/11 હુમલાની 18 મી વરસી પર અફઘાનિસ્તાનમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો

અમેરિકામાં 11 સપ્ટેમ્બર, 2001 ના રોજ થયેલા આતંકી હુમલાના 18 વર્ષ પૂરા થયાના દિવસે અફઘાનિસ્તાનમાં અમેરિકન દૂતાવાસ ખાતે રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી.

મધ્યરાત્રિ પછી મધ્ય કાબુલમાં ધુમાડો છવાય ગયો અને સાયરનનો અવાજ સંભળાયો. દૂતાવાસની અંદરના કર્મચારીઓએ લાઉડસ્પીકર ઉપર એક સંદેશ સાંભળ્યો કે કમ્પાઉન્ડ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનના અધિકારીઓએ તરત જ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. નાટો મિશન દ્વારા પણ કોઈ જાનહાનિની પુષ્ટિ કરવામાં આવી નથી.

ગત સપ્તાહમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન સાથેની શાંતિ મંત્રણા સમાપ્ત કર્યા પછી અફઘાનિસ્તાનમાં આ પહેલો મોટો હુમલો છે.

ઉલ્લેખનીય એ છે કે 11 સપ્ટેમ્બર 2001 ના રોજ અલકાયદાના વડા ઓસામા બિન લાદેનના નેતૃત્વ હેઠળ અમેરિકા પર ભયંકર આતંકવાદી હુમલો થયો હતો. આ પછી જ અફઘાનિસ્તાનમાં તાલિબાનનું પતન થયું. આજે, 18 વર્ષ પછી પણ, લગભગ 14,000 અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાં સ્થાયી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.