Not Set/ અમેરિકા : લાસ વેગાસની સ્કૂલ કેમ્પસમાં ગોળીબાર, એક યુવકનું મોત

અમેરીકાના ઉત્તરી લાસ વેગાસ શહેરમાં એક હાઈ સ્કુલ કેમ્પસમાં ગોળીબાર થતા ખળભળાટ મચી ગયો હતો. આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયુ છે. ઘટના બાદ સ્કૂલને બંધ કરી દેવામાં આવી હતી. પોલીસ પ્રમુખ જસ્ટીન રોબર્ટ્‌સે જણાવ્યુ હતું કે, કૈન્યોન સ્પિંગ્સ હાઈસ્કુલના બેસબોલ ફીલ્ડમાં 18 વર્ષીય યુવક જમીન પર પડેલો મળ્યો હતો, જેને ગોળી વાગી હતી. તેને સારવાર […]

Top Stories World
9 અમેરિકા : લાસ વેગાસની સ્કૂલ કેમ્પસમાં ગોળીબાર, એક યુવકનું મોત

અમેરીકાના ઉત્તરી લાસ વેગાસ શહેરમાં એક હાઈ સ્કુલ કેમ્પસમાં ગોળીબાર થતા ખળભળાટ મચી ગયો હતો. આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયુ છે. ઘટના બાદ સ્કૂલને બંધ કરી દેવામાં આવી હતી. પોલીસ પ્રમુખ જસ્ટીન રોબર્ટ્‌સે જણાવ્યુ હતું કે, કૈન્યોન સ્પિંગ્સ હાઈસ્કુલના બેસબોલ ફીલ્ડમાં 18 વર્ષીય યુવક જમીન પર પડેલો મળ્યો હતો, જેને ગોળી વાગી હતી.

11092059 web1 webCANYON SPRING SHOOTING SEPT11 18 RB 009 e1536760905882 અમેરિકા : લાસ વેગાસની સ્કૂલ કેમ્પસમાં ગોળીબાર, એક યુવકનું મોત

તેને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર દરમિયાન મોત થયુ હતું. રોબર્ટ્‌સે જણાવ્યુ કે, પોલીસે ક્લાસ રુમ અને સ્કૂલ પરિસરની તપાસ હાથ ધરી હતી પરંતુ ત્યાં કોઈ અકસ્માત જોવા મળ્યો નહતો. તેમણે વધુમાં જણાવ્યુ કે, બપોરે 2:40 વાગ્યાની આસપાસ ગોળીબાર થયો હતો, ત્યારે 500થી વધુ વિદ્યાર્થીઓ એક કાર્યક્રમ માટે સ્કૂલમાં એકઠા થયા હતા.

0 MAIN At least one dead in shooting at Canyon Springs High School e1536760927922 અમેરિકા : લાસ વેગાસની સ્કૂલ કેમ્પસમાં ગોળીબાર, એક યુવકનું મોત

જાકે આ ઘટના બાદ વિદ્યાર્થીઓને પોતપોતાના ઘરે મોકલી દેવાયા હતા અને સ્કૂલ બંધ કરી દેવામાં આવી હતી. જાકે સમાચાર મળ્યા ત્યાં સુધી સ્પષ્ટ થઈ શક્યુ નથી કે મૃતક સ્કૂલનો વિદ્યાર્થી છે કે નહીં.  પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. અમેરીકામાં દર વર્ષે સ્કૂલમાં તેમની સાથે ભણતા વિદ્યાર્થીઓને મારવાની ઘટનાઓ સામે આવતી હોય છે. માનવામાં આવી રહ્યુ છે કે આવી ઘટના બનવા પાછળનુ કારણ સરળતાથી હથિયાર મળતા હોવાનુ જણાવી રહ્યા છે.