Not Set/ ઇમરાન ખાન પહેલા આ બે ખેલાડીઓ પણ બની ચુક્યા છે એમના દેશના રાષ્ટ્રપતિ …

ક્રિકેટના મેદાન પર મોટી-મોટી ટીમોને ઢેર કરી દેનારા ઇમરાન ખાને પાકિસ્તાનમાં થયેલ ચૂંટણીઓમાં ભારે જીત મેળવીને સાબિત કરી દીધું છે કે રાજનીતિમાં પણ તેઓ મોટા ખેલાડી છે. 1992માં પાકિસ્તાનને ક્રિકેટમાં વિશ્વ ચેમ્પિયન બનાવનારા ઇમરાન ખાનની પાર્ટી તહેરીક-એ-ઇન્સાફ ને મોટી જીત મળી છે. પાર્ટીના સંસ્થાપક અને કદ્દાવર નેતા ઈમરાનને પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રીના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. […]

Top Stories World
203057 2492826 updates ઇમરાન ખાન પહેલા આ બે ખેલાડીઓ પણ બની ચુક્યા છે એમના દેશના રાષ્ટ્રપતિ ...

ક્રિકેટના મેદાન પર મોટી-મોટી ટીમોને ઢેર કરી દેનારા ઇમરાન ખાને પાકિસ્તાનમાં થયેલ ચૂંટણીઓમાં ભારે જીત મેળવીને સાબિત કરી દીધું છે કે રાજનીતિમાં પણ તેઓ મોટા ખેલાડી છે. 1992માં પાકિસ્તાનને ક્રિકેટમાં વિશ્વ ચેમ્પિયન બનાવનારા ઇમરાન ખાનની પાર્ટી તહેરીક-એ-ઇન્સાફ ને મોટી જીત મળી છે. પાર્ટીના સંસ્થાપક અને કદ્દાવર નેતા ઈમરાનને પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રીના રૂપમાં જોવામાં આવી રહ્યા છે.

ઇમરાન ખાન જો પાકિસ્તાનના પીએમ બને છે, તો તેઓ આ ખુરશી પર બેસવાવાળા પહેલા ખેલાડી(સ્પોર્ટ્સ મેન) હશે. તેઓ દેશના સર્વોચ્ચ પદ પર બેસનારા ત્રીજા ખેલાડી હશે. એમના પહેલા પૂર્વ ફૂટબોલર જોર્જ વી લાઇબેરિયા અને પૂર્વ બોક્સર ઇદી અમીન યુગાન્ડા ના રાષ્ટ્રપતિ બની ચુક્યા છે.

George Weah ઇમરાન ખાન પહેલા આ બે ખેલાડીઓ પણ બની ચુક્યા છે એમના દેશના રાષ્ટ્રપતિ ...

જોર્જ વી લાઇબેરિયાના 25માં રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા છે. તેઓ આ વર્ષની શરૂઆતમાં જ લાઇબેરિયા ના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ મિલાન, ચેલ્સી, માન્ચેસ્ટર સીટી, પેરિસ સેન્ટ જર્મન જેવી ફૂટબોલ ક્લબો માટે ફૂટબોલ રમી ચુક્યા છે. જોર્જે 411 ક્લબ મેચ રમ્યા છે અને 193 ગોલ કર્યા છે. જયારે પોતાના દેશ તરફથી એમણે 60 મેચોમાં 22 ગોલ કર્યા હતા. જોર્જને ખુબ ચતુર રાજનીતિજ્ઞ માનવામાં આવે છે.

યુગાન્ડાના પૂર્વ રાષ્ટ્રપતિ ઇદી અમીન પણ રમત જગતમાં મોટી ઉપલબ્ધીઓ મેળવી છે. તેઓ 1951થી લઈને 1960 સુધી યુગાન્ડાના લાઈટ હેવીવેઈટ બોક્સિંગ ચેમ્પિયન રહી ચુક્યા છે. તેઓ શાનદાર રગ્બી ફોરવર્ડ પણ હતા. એમણે યુગાન્ડાની નાઇલ આરએફસી માટે 1950માં રગ્બી રમ્યા હતા. અને 1955માં નેશનલ ટીમમાં પસંદ થયા હતા. રોચક વાત એ છે કે બોક્સિંગ અને રગ્બી સિવાય અમીન ખુબ સારા તરવૈયા પણ હતા.

Mhoje idiamindada photo jpg 657x510 e1532691256248 ઇમરાન ખાન પહેલા આ બે ખેલાડીઓ પણ બની ચુક્યા છે એમના દેશના રાષ્ટ્રપતિ ...

ઇદી અમીન 1962માં યુગાન્ડા આર્મી જોઈન કરી હતી. આ પહેલા 1946થી 1962 સુધી તેઓ બ્રિટિશ આર્મીમાં હતા. યુગાન્ડા આર્મીમાં કેપ્ટન પદથી આર્મી કરિયર શરુ કરવાવાળા ઇદી 1975માં ફિલ્ડ માર્શલ પણ બન્યા હતા. આ દરમિયાન 1971માં તેઓ યુગાન્ડા ના ત્રીજા રાષ્ટ્રપતિ પણ બન્યા. એમનો કાર્યકાળ 1979 સુધી રહ્યો.