Not Set/ Video : સ્ટેજ પર હતા પીએમ ઈમરાન ખાનના મંત્રી, મોદીનું નામ લેતાં લાગ્યો કરંટ

જમ્મુ કાશ્મીરના મામલે આજે પાકિસ્તાનની જનતા પ્રદર્શન કરી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેમના દેશના લોકોને કાશ્મીરના મુદ્દા પર અડધો કલાક ઉભા રહેવા કહ્યું હતું. આ કડીમાં પાકિસ્તાની સરકારના રેલ્વેમંત્રી શેખ રશીદ એક સભાને સંબોધન કરી રહ્યા હતા, જ્યારે તેઓ બોલી રહ્યાં હતા, ત્યારે તેના માઇકમાં એક ઝટકો લાગ્યો અને તે અચાનક ડરી ગયા.આના […]

Top Stories World Videos
aaaaaaaas 14 Video : સ્ટેજ પર હતા પીએમ ઈમરાન ખાનના મંત્રી, મોદીનું નામ લેતાં લાગ્યો કરંટ

જમ્મુ કાશ્મીરના મામલે આજે પાકિસ્તાનની જનતા પ્રદર્શન કરી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેમના દેશના લોકોને કાશ્મીરના મુદ્દા પર અડધો કલાક ઉભા રહેવા કહ્યું હતું. આ કડીમાં પાકિસ્તાની સરકારના રેલ્વેમંત્રી શેખ રશીદ એક સભાને સંબોધન કરી રહ્યા હતા, જ્યારે તેઓ બોલી રહ્યાં હતા, ત્યારે તેના માઇકમાં એક ઝટકો લાગ્યો અને તે અચાનક ડરી ગયા.આના પર, ત્યાં ઉભેલા લોકો હસવા લાગ્યા, જેના પર મંત્રીએ કહ્યું કે આ જલસાને મોદી ખરાબ કરી શકશે નહીં.

જણાવીએ કે શેખ રશીદ પાકિસ્તાનના એવા મંત્રીઓમાં સામેલ છે જેઓ સતત ભારત વિરુદ્ધ નિવેદનો કરે છે. શુક્રવારે બપોરે તે ભાષણ આપી રહ્યાં હતા ત્યારે તેમના માઇકમાં ઝટકો લાગ્યો. આ તે સમયે બન્યું જ્યારે તેઓ ભારત વિરુદ્ધ નિવેદન આપી રહ્યાં હતા. અને તેઓ અચાનક ડરી ગયા.

મહિલને હેન્ડલ કરતાં તેમણે પછી કહ્યું કે લાગે છે કે કરંટ લાગ્યો છે, પરંતુ આ મોદી આ પ્રક્રિયાને નિષ્ફળ કરી શકતા નથી..આ સમય દરમિયાન ત્યાં ઉભેલા લોકો હસવા લાગ્યા. પાકિસ્તાની મંત્રી શેખ રશીદનો આ વીડિયો જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે અને તેઓને ફક્ત પાકિસ્તાની લોકો જ સાંભળી રહ્યા છે.

આપને જણાવી દઈએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીરના મુદ્દા તમના દેશના લોકોને શુક્રવારે 12 થી 12.30 ની વચ્ચે રસ્તા પર આવવા અને સંદેશ આપવા અપીલ કરી હતી. શુક્રવારે આવું જ બન્યું હતું, પાકિસ્તાનના ઘણા શહેરોમાં લોકો ઇમરાનની અપીલ પર બહાર આવ્યા હતા. ખુદ ઇમરાન ખાને પણ એક જાહેર સભાને સંબોધન કર્યું હતું અને ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકયું હતું.

દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાનના વડાપ્રધાને જંગની ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેઓ કાશ્મીરીઓ માટે અંતિમ શ્વાસ સુધી લડશે. એટલું જ નહીં, ઇમરાન ખાને કહ્યું કે, જો ભારત પાકિસ્તાન દ્વારા કબજે કરેલા કાશ્મીર પર હુમલો કરશે તો એક જંગ થશે જે આખા વિશ્વને નુકસાન પહોંચાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.