Not Set/ જાણો, જયારે ચીનને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો,તો વિદેશમંત્રી જયશંકરે આ કહીને કર્યું ચુપ

જમ્મૂ-કાશ્મીર પર ભારત દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણય વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરએ ચીનના વિદેશ મંત્રી વાંગ લી સાથે સોમવારે બેઇજિંગમાં મુલાકાત કરી હતી. ભારતના નિર્ણયથી ડરી ગયેલા પાકિસ્તાને દુનિયાના ઘણા બધા દેશોને સમર્થન આપવા જણાવ્યું હતું જેમાં ચીનનો પણ સમાવેશ થયો હતો. જયારે બંને વિદેશ મંત્રીઓએની મુલાકાતમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો પણ ઉઠ્યો હતો, પરંતુ વિદેશ […]

Top Stories India
AAEA જાણો, જયારે ચીનને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો,તો વિદેશમંત્રી જયશંકરે આ કહીને કર્યું ચુપ

જમ્મૂ-કાશ્મીર પર ભારત દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણય વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરએ ચીનના વિદેશ મંત્રી વાંગ લી સાથે સોમવારે બેઇજિંગમાં મુલાકાત કરી હતી. ભારતના નિર્ણયથી ડરી ગયેલા પાકિસ્તાને દુનિયાના ઘણા બધા દેશોને સમર્થન આપવા જણાવ્યું હતું જેમાં ચીનનો પણ સમાવેશ થયો હતો.

જયારે બંને વિદેશ મંત્રીઓએની મુલાકાતમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો પણ ઉઠ્યો હતો, પરંતુ વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનને કેટલાક તર્ક આપતા ચીન કોઇ જવાબ આપી શક્યું નહોતું. બંને દેશના વિદેશમંત્રી વચ્ચેની મુલાકાતમાં જમ્મૂ-કાશ્મીરમાંથી કલામ 370 હટાવવા તેમજ રાજ્યના પૂનર્ગઠન કરવાનો મામલો સામે આવ્યો ત્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારતે જે નિર્ણય લીધો છે તે સંવિધાન હેઠળ છે, જેને લઇને પાકિસ્તાનની કે ચીનની સરહદ પર તેની કોઇ અસર થશે નહીં.

चीन में विदेश मंत्री एस. जयशंकर

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, વાતચીત દરમિયાન, અક્સાઇ ચિને પણ આ મુદ્દો ઉઠાવ્યો, ચીનને ચિંતા હતી કે આર્ટિકલ 370 ભારત-ચીન સરહદને અસર કરી શકે છે. પરંતુ, તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતના નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સરહદ પર કોઈ અસર નહીં પડે. તે ફક્ત ભારતની અંદરના રાજ્યને અસર કરશે ‘.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર અંગેના ચુકાદા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી પણ ચીન પહોંચ્યા હતા, પરંતુ ચીને આ મુદ્દે શાંતિનો માર્ગ અપનાવ્યો છે. ચીને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ ભારતના નિર્ણય વિશે જાણે છે, તેઓ આ ક્ષેત્રમાં શાંતિ જાળવવાની અપેક્ષા રાખે છે.

બીજી તરફ, જો પાકિસ્તાનની વાત કરવામાં આવે તો પાકિસ્તાન સતત દુનિયાની સામે મદદ માંગી રહ્યું છે અને ભારત વિશે ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પણ એક પ્રેસ કોન્ફરન્સમાં ઉલ્લેખ કર્યો હતો કે કાશ્મીર મુદ્દાને વિશ્વ સમક્ષ સમજાવવો અને તેને પોતાની રીતે કરવું તે સરળ નથી. સ્પષ્ટ છે કે કોઈ પણ દેશ પાકિસ્તાનની વાત સ્વીકારવા તૈયાર નથી અને દરેક આ નિર્ણયને ભારતનો આંતરિક મુદ્દો ગણાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.