Not Set/ જીએસટીના કારણે દુનિયામાં ભારતની વધી પ્રતિષ્ઠા, રેન્કિંગ માં બન્યો છઠ્ઠો દેશ

ફ્રાન્સ અને બ્રિટન પછાડીને ભારત વિશ્વ્ ની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. વિશ્વ્ બેન્ક દ્વારા 2017 માટે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગયા એક દશકમાં ભારતે જીડીપીમાં બેગણો વધારો કર્યો છે. જયારે આ સમય દરમિયાન ચીન ઘણું જ પાછળ રહી ગયું છે. આંકડાઓ મુજબ ભારતનો કુલ જીડીપી ગયા નાણાકીય વર્ષમાં 2.597 […]

Top Stories India World Business
Indian Economy જીએસટીના કારણે દુનિયામાં ભારતની વધી પ્રતિષ્ઠા, રેન્કિંગ માં બન્યો છઠ્ઠો દેશ

ફ્રાન્સ અને બ્રિટન પછાડીને ભારત વિશ્વ્ ની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. વિશ્વ્ બેન્ક દ્વારા 2017 માટે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગયા એક દશકમાં ભારતે જીડીપીમાં બેગણો વધારો કર્યો છે. જયારે આ સમય દરમિયાન ચીન ઘણું જ પાછળ રહી ગયું છે.

આંકડાઓ મુજબ ભારતનો કુલ જીડીપી ગયા નાણાકીય વર્ષમાં 2.597 ટ્રિલિયન ડોલર રહી, જયારે ફ્રાન્સ નો જીડીપી 2.582 ટ્રિલિયન ડોલર રહ્યો.

indian economy 1 e1531294667665 જીએસટીના કારણે દુનિયામાં ભારતની વધી પ્રતિષ્ઠા, રેન્કિંગ માં બન્યો છઠ્ઠો દેશ

1 જુલાઈ 2017થી દેશભરમાં કેન્દ્ર સરકારે જીએસટી લાગુ કર્યો હતો. આ પહેલા સરકારે નોટબંધી કરી હતી.જે બાદ અર્થવ્યવસ્થા ઘણી નીચે જતી રહી હતી. જીએસટી લાગુ થયા બાદ આમાં ફરી ઝડપ જોવા મળી રહી છે. આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ મુજબ આ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી 7.4 ટકા અને 2019માં 7.8 ટકા રહેવાનું અનુમાન છે.

5b6e4fad62d93968d44bb089d63c2b76 જીએસટીના કારણે દુનિયામાં ભારતની વધી પ્રતિષ્ઠા, રેન્કિંગ માં બન્યો છઠ્ઠો દેશ

જોકે, ફ્રાન્સના મુકાબલે માથા દીઠ આવકમાં ભારત ઘણું પાછળ છે. ભારતની વસ્તી વધારે હોવાના કારણે આવું જોવા મળી રહ્યું છે. ફ્રાન્સની વસ્તી ભારત કરતા અડધી છે. ઔદ્યોગિક અને ગ્રાહકોની ખરીદ શક્તિ વધવાના કારણે અર્થવ્યવસ્થામાં પણ તાકાત જોવા મળી રહી છે.

આ લિસ્ટમાં પહેલા સ્થાન પર અમેરિકા છે. ત્યારબાદ ચીન, જાપાન, જર્મની છે. જયારે બ્રિટન આઠમા નંબર પર છે. અનુમાન છે કે 2032 સુધીમાં ભારત ત્રીજો સૌથી મોટો દેશ બની જશે.