Not Set/ કાબુલ : વેડિંગ હોલમાં થયો બોમ્બ બ્લાસ્ટ 40 લોકોના મોત, 100 ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાનીમાં શનિવારે મોડી સાંજે બોમ્બ બ્લાસ્ટમાં આશરે 40 લોકોના મોત થયા છે અને લગભગ 100 જેટલા લોકો ઘાયલ થયા. સમાચાર એજન્સીના સૂત્રોના હવાલેથી આ માહિતી આપવામાં આવી છે. અગાઉ ગૃહ મંત્રાલયના પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે વિસ્ફોટમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પછીથી જાહેર કરવામાં આવશે. બ્લાસ્ટ પછી ગૃહ મંત્રાલયના પ્રવક્તા નુસરત રહીમીએ […]

Top Stories World
aaaaamm કાબુલ : વેડિંગ હોલમાં થયો બોમ્બ બ્લાસ્ટ 40 લોકોના મોત, 100 ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાનીમાં શનિવારે મોડી સાંજે બોમ્બ બ્લાસ્ટમાં આશરે 40 લોકોના મોત થયા છે અને લગભગ 100 જેટલા લોકો ઘાયલ થયા. સમાચાર એજન્સીના સૂત્રોના હવાલેથી આ માહિતી આપવામાં આવી છે. અગાઉ ગૃહ મંત્રાલયના પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે વિસ્ફોટમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પછીથી જાહેર કરવામાં આવશે.

બ્લાસ્ટ પછી ગૃહ મંત્રાલયના પ્રવક્તા નુસરત રહીમીએ મીડિયાને જણાવ્યું હતું કે શનિવારે મોડી રાત્રે બનેલી ઘટના અંગે વધારે માહિતી એકઠી કરી શકાય નથી. તેથી, તે કહી શકાય નથી કે વિસ્ફોટ પાછળનું કારણ શું હતું. ત્યારે જ એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધુ વધી શકે છે, તેથી જલ્દીથી સાચી માહિતી આપવી શક્ય નથી.

જો કે, તેમણે એ જણાવ્યુ હતું કે વિસ્ફોટ કાબુલના પશ્ચિમ ભાગમાં એક વેડિંગ હોલમાં થયો હતો. તેમણે કહ્યું કે આ શહેરનો એ ભાગ છે જ્યાં લઘુમતી હઝારા સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે. આ ધડાકા સાથે, છેલ્લા કેટલાક દિવસોથી અફઘાનિસ્તાનની રાજધાનીમાં પુન સ્થાપિત શાંતિ છીનવાય ગઈ છે.

આપને જણાવી દઈએ કે દસ દિવસ અગાઉ અફઘાન સુરક્ષા જવાનોને તાલિબાનને પોતાનું નિશાન બનવાયુ હતું. આ માટે કાર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં લગભગ 14 લોકો માર્યા ગયા હતા, જ્યારે 145 ઘાયલ થયા હતા, જેમાંના મોટાભાગના નાગરિકો હતા.

એક મીડિયા રિપોર્ટમાં ગૃહ મંત્રાલયના પ્રવક્તા નુસરત રહીમીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે સ્થાનિક સમયે અનુસાર રાત્રે 10:40 વાગ્યે શે-એ-દુબઈ વેડિંગ હોલમાં મોટો વિસ્ફોટ થયો હતો. તેમાં ઘણા લોકો મરી ગયા. ત્યારે જ ઇટાલિયન એનજીઓ ઇમર્જન્સીએ ટ્વિટ કર્યું છે કે આ હુમલા બાદ, આશરે 20 લોકોને તેની વતી કાબુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.