Not Set/ પાકિસ્તાની રાજનીતિક દળોના મેનીફેસ્ટોમાંથી કાશ્મીરને કરાયું બહાર

ભારત હોય કે પાકિસ્તાન, બંને દેશોમાં મતોના ધ્રુવીકરણ માટે કાશ્મીર એવો મુદ્દો રહ્યો છે, જેને રાજનીતિક પાર્ટીઓ હંમેશા ગરમ રાખે છે. બંને દેશના બધા દળો મેનીફેસ્ટોમાં કાશ્મીરના મુદ્દાને હંમેશા પ્રાથમિકતા આપે છે. આવામાં એક ચોંકાવનારી ખબર પાકિસ્તાનથી આવી છે. પાકિસ્તાનમાં 25 જુલાઈએ થનારી ચૂંટણીને લઈને રાજનીતિક ગરમી ચરમ પર છે. રાજનીતિક દળોએ મતદાતાઓને લોભાવવા માટે […]

Top Stories India World
5b431a629ffcf પાકિસ્તાની રાજનીતિક દળોના મેનીફેસ્ટોમાંથી કાશ્મીરને કરાયું બહાર

ભારત હોય કે પાકિસ્તાન, બંને દેશોમાં મતોના ધ્રુવીકરણ માટે કાશ્મીર એવો મુદ્દો રહ્યો છે, જેને રાજનીતિક પાર્ટીઓ હંમેશા ગરમ રાખે છે. બંને દેશના બધા દળો મેનીફેસ્ટોમાં કાશ્મીરના મુદ્દાને હંમેશા પ્રાથમિકતા આપે છે. આવામાં એક ચોંકાવનારી ખબર પાકિસ્તાનથી આવી છે.

પાકિસ્તાનમાં 25 જુલાઈએ થનારી ચૂંટણીને લઈને રાજનીતિક ગરમી ચરમ પર છે. રાજનીતિક દળોએ મતદાતાઓને લોભાવવા માટે મેનીફેસ્ટો જાહેર કરી દીધો છે.

Pakistan Muslim League Nawaz logo.svg e1531319577407 પાકિસ્તાની રાજનીતિક દળોના મેનીફેસ્ટોમાંથી કાશ્મીરને કરાયું બહાર

પાકિસ્તાન ની મોટી પાર્ટીઓ પાકિસ્તાન મુસ્લિમ લીગ(નવાઝ ), પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ(પીટીઆઈ) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ના ચૂંટણી ઘોષણાપત્ર પર નજર નાંખીએ તો, કાશ્મીરનો નામમાત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સેના દ્વારા પરોક્ષ રીતે સમર્થિત પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના 58 પન્નાના ઘોષણાપત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ ફક્ત બે વાર કરવામાં આવ્યો છે. ચાર પ્રમુખ વિદેશી મુદ્દાઓમાં કાશ્મીર ત્રીજા નંબર પાર છે.

વળી, પાકિસ્તાનના સૌથી મોટા દળ, નવાઝ શરીફની પીએમએલ-એનના મેનીફેસ્ટોમાં ચીન સાથે ઘરોબો વધારવાને પ્રાથમિકતા અને પરમાણુ હથિયારોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

PTI vs PMLN vs PPP e1531319631507 પાકિસ્તાની રાજનીતિક દળોના મેનીફેસ્ટોમાંથી કાશ્મીરને કરાયું બહાર

પૂર્વ પ્રધાનમંત્રી બેનઝિર ભુટ્ટોની પીપીપીના મેનીફેસ્ટોમાં ભારત સાથે સંબંધ મજબૂત કરવા અને વાતચીત ચાલુ રાખવાની વાત કરવામાં આવી છે.

પાકિસ્તાનની ત્રણ મોટી પાર્ટીના મેનીફેસ્ટોના અધ્યયનથી જાણવા મળે છે કે ત્રણે રાજનીતિક પાર્ટીઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે.