Not Set/ જાણો, ૭૩ વર્ષ પહેલા અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર કરેલા પરમાણું હુમલાના અજાણ્યા તથ્યો

આજથી લગભગ ૭૩ વર્ષ પહેલા ૬ ઓગષ્ટ, ૧૯૪૫ના રોજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. આ હુમલો જોઇને સમગ્ર દુનિયા સ્તબ્ધ થઇ ગઈ હતી કારણ કે આ હુમલામાં ૮૦ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. આ બોમ્બનું નામ લિટલ બ્વોય હતું. ત્યારે સોમવારે હિરોશીમા પર થયેલા આ પરમાણુ હુમલાને સોમવારે […]

World Trending
2075018 3x2 જાણો, ૭૩ વર્ષ પહેલા અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર કરેલા પરમાણું હુમલાના અજાણ્યા તથ્યો

આજથી લગભગ ૭૩ વર્ષ પહેલા ૬ ઓગષ્ટ, ૧૯૪૫ના રોજ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. આ હુમલો જોઇને સમગ્ર દુનિયા સ્તબ્ધ થઇ ગઈ હતી કારણ કે આ હુમલામાં ૮૦ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. આ બોમ્બનું નામ લિટલ બ્વોય હતું. ત્યારે સોમવારે હિરોશીમા પર થયેલા આ પરમાણુ હુમલાને સોમવારે ૭૩ વર્ષ પૂર્ણ થયા છે.

અમેરિકા દ્વારા કરાયેલા આ પરમાણુ હુમલાના કારણે ૩૦ ટકાથી વધુ લોકો તરત જ મૃત્યુ પામ્યા હતા. જયારે પરમાણુ હુમલાના કારણે નીકળેલા વિકિરણોને કારણે લોકો વર્ષો બાદ પણ પોતાના જીવ ગુમાવતા રહ્યા છે.

hiroshima જાણો, ૭૩ વર્ષ પહેલા અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર કરેલા પરમાણું હુમલાના અજાણ્યા તથ્યો

આ હુમલા બાદ અમેરિકાએ ૯ ઓગષ્ટના રોજ નાગાસાકી શહેર પર બીજો પરમાણુ બોમ્બ “ફેટ મેન” દ્વારા વધુ એક અટેક કર્યો હતો.

જાણો, હિરોશીમા પરમાણુ હુમલા સાથે જોડાયેલા કેટલાક અજાણ્યા તથ્યો :

અમેરિકા દ્વારા કરાયેલા “લિટલ બોય” નામના પરમાણુ બોમ્બનું વજન ૯૭૦૦ પાઉન્ડ એટલે કે ૪૪૦૦ kg, ૧૦ ફૂટ લાંબો અને તેનો વ્યાસ ૨૮ ઇંચ હતો.

આ પરમાણુ બોમ્બના કારણે જમીનમાં અંદાજે ૪૦૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમી પેદા થઇ હતી.

પરમાણુ બોમ્બને તેની નિર્ધારિત જગ્યા પર ફેંકી શકાયો ન હતો, આ હિરોશીમાના આયો બ્રિજ પાસે પાડવાનો હતો, પરંતુ વિરુધ દિશામાં ચાલી રહેલી હવાના કારણે તે પોતાના લક્ષ્યથી હટીને શીમા સર્જિકલ ક્લિનિક પર પડ્યો હતો.

Hiroshima જાણો, ૭૩ વર્ષ પહેલા અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર કરેલા પરમાણું હુમલાના અજાણ્યા તથ્યો

આ હુમલા બાદ નીકળેલા વિકિરણોની અસર આજ દિવસ સુધી ૨ લાખ લોકો પર જોવા મળી રહી છે, તેઓ પર દેશમાં ઘણા ભેદભાવ કરવામાં આવી રહ્યા છે.

પરમાણુ હુમલામાં કેટલાક પોલીસવાળાઓએ પોતાનો જીવ એટોમિક ચમક દેખાયા બાદ ખાસ રીતે છુપાવીને બચાવી હતી. આ પ્રક્રિયાને “ડક એન્ડ કવર” કહેવામાં આવે છે.આ પોલીસવાળાઓએ નાગાસાકીમાં જઈને આ પ્રમાણેની જાણકારી આપી હતી. આ કારણે નાગાસાકીના પરમાણુ હુમલામાં ઘણા લોકોએ પોતાનો જીવ બચાવ્યો હતો.

main 900 જાણો, ૭૩ વર્ષ પહેલા અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર કરેલા પરમાણું હુમલાના અજાણ્યા તથ્યો

આ હુમલા બાદ ઘાયલ થયેલા લોકોને પોતાનો જીવ બચાવવા અંગે સવાલો ઉભા થયા હતા, કારણ કે આ હુમલામાં ૯૦ ટકા ડોક્ટર માર્યા ગયા હતા.

આ બોમ્બમાં ૬.૪ kg પ્લુટોનિયમ હતું અને આ ધમાકાથી ૩૯૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જેટલી ગરમી અને ૧૦૦૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આંધી પેદા થઇ હતી.