Not Set/ અમેરિકા/ રિતિક રોશનની ગાંડી ફેન પત્નીની હત્યા કરી પતિએ પોતે ખાઈ લીધો ગળા ફાંસો

બોલિવૂડના સૌથી હેન્ડસમ એક્ટર રિતિક રોશન તેમની ફિલ્મ ‘વોર’ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. તેની ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડની કમાણી કરી છે. જો કે, બીજી તરફ, રિતિક એક નવા કારણને લઈને ચર્ચમાં આવ્યો છે. રિતિકને કારણે એક પતિએ તેની પત્નીની હત્યા […]

World
mayaapate 5 અમેરિકા/ રિતિક રોશનની ગાંડી ફેન પત્નીની હત્યા કરી પતિએ પોતે ખાઈ લીધો ગળા ફાંસો

બોલિવૂડના સૌથી હેન્ડસમ એક્ટર રિતિક રોશન તેમની ફિલ્મ ‘વોર’ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. તેની ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડની કમાણી કરી છે. જો કે, બીજી તરફ, રિતિક એક નવા કારણને લઈને ચર્ચમાં આવ્યો છે. રિતિકને કારણે એક પતિએ તેની પત્નીની હત્યા કરી અને તેને પણ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.

પત્નીને બોલિવૂડનો હેન્ડસમ એક્ટર રિતિક રોશન ખૂબ ગમતો હતો અને આ વાત તેના પતિને ગમતી નહોતી.  ઈર્ષાળુ પતિએ પહેલા પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી અને પછી ઝાડ સાથે લટકી આત્મહત્યા કરી લીધી. આ ઘટના અમેરિકાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિનેશ્વર બુધિદત નામના વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી કારણ કે તે રીતિકની ફેન હતી. તેને આ વાતની ખૂબ જ ઇર્ષા હતી. શુક્રવારે પત્ની ઘરે રિતિકની ફિલ્મ જોઈ રહી હતી. અને તેના ગીતોની મઝા લઇ રહી હતી

ન્યુયોર્ક સ્થતિ ક્વીન્સ હોમમાં રહેતા દિનેશ્વર બુધિદતના લગ્ન ચાર મહિના અગાઉ જુલાઈમાં Donne Dojoy સાથે થયા હતા. પત્નીની હત્યા કરી આપઘાત કરતા પહેલા દિનેશ્વરે તેની પત્નીની બહેનની મેસેજ કર્યો હતો.

એક અહેવાલ મુજબ, બંને વચ્ચે ઘણા સમયથી સુધી આ વાતને લઈને બોલાચાલી થઈ હતી. બે દિવસ પહેલા દિનેશ્વર કોર્ટમાં પત્ની પર હુમલો કરવા બદલ દોષી સાબિત થયો હતો. ત્યારબાદ પત્નીએ કોર્ટથી પ્રોટેકશન ઓર્ડર માંગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.