Not Set/ દુનિયાના આ દેશનો પાસપોર્ટ છે સૌથી શક્તિશાળી, ભારતને મળ્યો ૭૯મો નંબર

નવા વર્ષની શરૂઆત સાથે જ દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટનો એક રિપોર્ટ જાહેર કરવામાં અઆવ્યો છે, જેમાં જાપાનનો પાસપોર્ટ સૌથી વધારે પાવરફૂલ ગણવામાં આવ્યો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના જણાવ્યા મુજબ, જાપાને સતત બીજા વર્ષે દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ મેળવવાનું ગૌરવ હાંસલ કર્યું છે. જયારે ભારત દેશનો પાસપોર્ટ આ ઈન્ડેક્ષમાં ૭૯માં ક્રમાંકે આવ્યો છે. જાપાનનો પાસપોર્ટ એ […]

Top Stories World Trending
n passport a 20181011 દુનિયાના આ દેશનો પાસપોર્ટ છે સૌથી શક્તિશાળી, ભારતને મળ્યો ૭૯મો નંબર

નવા વર્ષની શરૂઆત સાથે જ દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટનો એક રિપોર્ટ જાહેર કરવામાં અઆવ્યો છે, જેમાં જાપાનનો પાસપોર્ટ સૌથી વધારે પાવરફૂલ ગણવામાં આવ્યો છે.

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના જણાવ્યા મુજબ, જાપાને સતત બીજા વર્ષે દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ મેળવવાનું ગૌરવ હાંસલ કર્યું છે. જયારે ભારત દેશનો પાસપોર્ટ આ ઈન્ડેક્ષમાં ૭૯માં ક્રમાંકે આવ્યો છે.

જાપાનનો પાસપોર્ટ એ દુનિયાના ૧૯૦ દેશોમાં દસ્તાવેજોને લઈ સૌથી વધારે ટ્રાવેલ ફ્રેન્ડલી પાસપોર્ટ બન્યો છે.

વર્ષ ૨૦૧૯માં, આ ઈન્ડેક્ષમાં ૨૭ દેશો ટોચના ૧૦ સ્થાનોમાં આવ્યા છે, જેમાં ૨૦ દેશો યુરોપ અને ૩ દેશો એશિયાના છે.

દુનિયામાં ટોચના ૧૦ પાવરફૂલ પાસપોર્ટ :

૧. જાપાન

૨. સિંગાપોર

૩. ફ્રાંસ અને જર્મની

૪. ડેન્માર્ક, ફિનલેન્ડ, સ્વીડન અને ઇટલી

૫. લક્ઝમબર્ગ અને સ્પેન

૬. ઓસ્ટ્રિયા, પોર્ટુગલ, નોર્વે, નેધરલેંડ, સ્વિઝરલેન્ડ, UK અને અમેરિકા

૭. બેલ્જિયમ, કેનેડા, આયર્લેન્ડ અને ગ્રીસ

૮. ચેક રિપબ્લિક

૯. માલ્ટા

૧૦. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને આઈસલેન્ડ