વોશિંગ્ટન
ગુરુના બર્ફીલા ઉપગ્રહના સાગર ઉપર પૃથ્વીની જેમ જ રાસાયણિક ઊર્જાનું સંતુલન સંભવ છે, જે જીવન માટે આવશ્યક હોય છે. જો કે, ઉપગ્રહ ઉપર જ્વાળામુખી જલતાપીય ગતિવિધિઓનો અભાવ છે. માનવામાં આવે છે કે, યુરોપાની બર્ફીલુ સ્તરની નીચે ખારા પાણીનો બહુ ઊંડો સાગર રહેલો છે.
ગુરુના ઉપગ્રહ ઉપર કાચા પદાર્થો અને રાસાયણિક ઊર્જાના યોગ્ય અનુપાતમાં હોવુ વૈજ્ઞાનિક રુચિનો વિષય છે. જો કે, આ પ્રશ્ન હજુ પણ પણ એ બિંદુ પર આવીને રોકાઈ જાય છે કે શું યુરોપાનું વાતાવરણ જૈવિક પ્રક્રિયાના માધ્યમથી અનુકૂળ છે.
પૃથ્વી પર જીવનની શક્યતાના કારણે તે જરુરી છે. કેલિફોર્નિયામાં નાસાના જેટ પ્રોપલ્સન પ્રયોગશાળાના વૈજ્ઞાનિકોના એક નવા સંશોધનમાં યુરોપા ઉપર હાઈડ્રોજન અને ઓક્સીજનના ઉત્પન્ન થવાની સંભાવના માટે પૃથ્વીથી તેની સરખામણી કરવામાં આવી. જાકે, આ પ્રક્રિયામાં સીધી રીતે જ્વાળામુખી ઘટનાને સામેલ કરવામાં ન આવી.
આ બન્ને તત્વોનું સંતુલન જીવન માટે આવશ્યક ઊર્જાનો મુખ્ય સંકેત છે. સંશોધનમાં જાણવા મળ્યુ છે કે, બન્ને સ્થાનો ઉપર હાઈડ્રોજનની સરખામણીમાં 10 ગણુ વધારે ઓક્સીજન ઉતપન્ન થાય છે. આ સંશોધન જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે.
