Not Set/ આ દેશમાં દિવાળી પહેલા શા માટે કૂતરાની પૂજા કરવામાં આવે છે, જાણો કારણ

આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે.દુનિયાભરમાં પણ આ તહેવાર ઉજવવમાં આવે છે. નેપાળમાં લોકો થોડીક અલગ રીતે દિવાળી મનાવે છે. નેપાળ અને ભારતના ઘણા ભાગમાં દિવાળીને તિહાર કહે છે. આ તહેવારમાં ખાસ રીતે કૂતરાની પૂજા કરવામાં આવે છે. આ તહેવારને મનુષ્ય અને કૂતરા વચ્ચેના સંબંધને લઈને મનાવવામાં આવે છે. People in Nepal […]

Top Stories World Trending
dogss આ દેશમાં દિવાળી પહેલા શા માટે કૂતરાની પૂજા કરવામાં આવે છે, જાણો કારણ

આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે.દુનિયાભરમાં પણ આ તહેવાર ઉજવવમાં આવે છે. નેપાળમાં લોકો થોડીક અલગ રીતે દિવાળી મનાવે છે.

Image result for nepal kukur tihar

નેપાળ અને ભારતના ઘણા ભાગમાં દિવાળીને તિહાર કહે છે. આ તહેવારમાં ખાસ રીતે કૂતરાની પૂજા કરવામાં આવે છે. આ તહેવારને મનુષ્ય અને કૂતરા વચ્ચેના સંબંધને લઈને મનાવવામાં આવે છે.

માત્ર કૂતરા જ નહી પરંતુ ઘણા લોકો કાગડા અને ગાયની પણ પૂજા કરે છે. તિહારના બીજા દિવસે કુકુર તિહાર મનાવવામાં આવે છે.

Image result for nepal kukur tihar

નેપાળમાં આ તહેવાર પાંચ દિવસ સુધી મનાવવામાં આવે છે. કુકુર તીહારના દિવસે કૂતરાની પૂજા કરવામાં આવે છે એટલું જ નહી પરંતુ તેનું મનગમતું ભોજન પણ ધરવામાં આવે છે. કૂતરો પ્રત્યે પ્રેમ દર્શાવતા આ તહેવારની શરૂઆત ધનતેરસના દિવસે થાય છે.

Image result for nepal kukur tihar

નેપાળના લોકોની માન્યતા છે કે કૂતરાઓની પૂજા કરવાથી ભૈરવ તેમણે દુઃખથી બચાવે છે. હિંદુ પરંપરામાં કહેવામાં આવ્યું છે કે કૂતરા યમના દૂત છે. તેઓ મૃતકોના ન્યાયાધીશ છે.

મહાભારતમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.