Not Set/ ભારત માટે નવો પડકાર : ભૂટાનમાં બદલાઈ શકે છે સરકાર

ભારતને પડોશી દેશો તરફથી મળી રહેલ પડકારોમાં નેપાળ બાદ હવે ભૂટાન નો પણ સમાવેશ થઈ શકે છે. નેપાળના ચીન સાથેના વધી રહેલ સંબંધોએ પહેલાથી જ ભારતને ફટકો પહોંચાડ્યો છે. ત્યારે ભૂટાનમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની ચુંટણીમાં હારવુ ભારત માટે સારા સંકેત નથી. પાર્ટીના પ્રમુખ અને વર્તમાન વડાપ્રધાન શેરીંગ તોબગે ભારત પ્રત્યે ઉદાર અને સહયોગી વિદેશ નીતિ […]

Top Stories World
16949606 303 ભારત માટે નવો પડકાર : ભૂટાનમાં બદલાઈ શકે છે સરકાર

ભારતને પડોશી દેશો તરફથી મળી રહેલ પડકારોમાં નેપાળ બાદ હવે ભૂટાન નો પણ સમાવેશ થઈ શકે છે. નેપાળના ચીન સાથેના વધી રહેલ સંબંધોએ પહેલાથી જ ભારતને ફટકો પહોંચાડ્યો છે. ત્યારે ભૂટાનમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની ચુંટણીમાં હારવુ ભારત માટે સારા સંકેત નથી. પાર્ટીના પ્રમુખ અને વર્તમાન વડાપ્રધાન શેરીંગ તોબગે ભારત પ્રત્યે ઉદાર અને સહયોગી વિદેશ નીતિ માટે જાણીતા છે.

Bhutan Elections 11 MAIN e1537195840924 ભારત માટે નવો પડકાર : ભૂટાનમાં બદલાઈ શકે છે સરકાર

જાકે, ભૂટાન ચુંટણીમાં પ્રથમ રાઉન્ડ બાદ તેમની પાર્ટી પછડાટ ખાઈને ત્રીજા ક્રમાંકે આવી ગઈ છે, અને ન્યામરુપ શોગપાની પાર્ટી ડીએનટી પ્રથમ ક્રમાંકે છે.  મુખ્ય વિપક્ષી દળ ફેંસુમ શોપગાની ડીપીટી બીજા ક્રમાંકે છે, અને 18 ઓક્ટોબર સુધી ફાઈનલ રીઝલ્ટ આવતા પહેલા સુધી મજબુત દાવેદારના રુપમાં જોવામાં આવી રહી છે. ભૂટાન સાથે ભારતના સંબંધ સારા રહ્યા છે, પરંતુ ડીપીટી જા સત્તામાં આવી તો આ સમીકરણ બદલાઈ શકે છે.

2008 થી 2013 સુધી જ્યારે ડીપીટી પાર્ટીની સરકાર ભૂટાનમાં હતી ત્યારે ભારત અને ભૂટાન વચ્ચે સંબંધોમાં કંઈ ખાસ ગરમાવો રહ્યો નહીં. આ પાછળનુ ખાસ કારણ એ હતુ કે તત્કાલિન ભૂટાનના વડાપ્રધાન અને ડીપીટીની પાર્ટી લાઈન ચીન પ્રત્યે પોતાનુ વલણ રાખે છે. પાર્ટીએ પોતાના ચુંટણી ઢંઢેરામાં પણ કહ્યુ છે કે, દેશના 80 ટકાથી વધુ ઉત્પાદનો ભારતમાં નિર્યાત કરવાના કારણે દેશની અર્થવ્યવસ્થાને નુકશાન થઈ રહ્યુ છે.

bhutan 150918 full e1537195886303 ભારત માટે નવો પડકાર : ભૂટાનમાં બદલાઈ શકે છે સરકાર

જાકે, પરિણામો બાદ ભારતને લઈને કોઈ પાર્ટી તરફથી કોઈપણ પ્રકારની નકારાત્મક વાત કહેવામાં આવી નથી. છેલ્લા કેટલાક સમયમાં ભારતના નેપાળ સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ જાવા મળ્યો છે. નેપાળ ક્યારેક ભારતનો મુખ્ય સહયોગી દેશ રહ્યો છે, પરંતુ નવી ઓલી સરકાર સતત ચીન સાથે પોતાના સંબંધો વધુ મજબુત બનાવવામાં લાગી છે. હાલમાં જ ભારત સાથે એક સૈન્ય અભ્યાસમાં ભાગ લેવાનો પણ નેપાળે ઈન્કાર કરી દીધો અને નેપાળે ચીન સેના સાથે સૈન્ય અભ્યાસમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો.