Not Set/ અંતે વિશ્વનાં નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચની ઓસ્ટ્રેલિયન સરકાર સામે થઇ જીત

વિશ્વનાં નંબર-1 સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયાની સરકાર સામે વિઝા સંબંધિત કેસ જીતી લીધો છે. મેલબોર્ન કોર્ટે નોવાક જોકોવિચનાં વિઝા રદ કરવાના ઓસ્ટ્રેલિયાનાં નિર્ણયને ખોટો ગણાવ્યો છે.

Sports
નોવાક જોકોવિચ

વિશ્વનાં નંબર-1 સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયાની સરકાર સામે વિઝા સંબંધિત કેસ જીતી લીધો છે. મેલબોર્ન કોર્ટે નોવાક જોકોવિચનાં વિઝા રદ કરવાના ઓસ્ટ્રેલિયાનાં નિર્ણયને ખોટો ગણાવ્યો છે.

આ પણ વાંચો – અકસ્માત / ઝારખંડમાં ગમખ્વાર અકસ્માત ટ્રકે બે રિક્ષાને ટક્કર મારતાં 4 લોકોના ઘટનાસ્થળે મોત,15 ઘાયલ

મેલબોર્નની એક કોર્ટે આદેશ આપ્યો છે કે, નોવાક જોકોવિચનો પાસપોર્ટ અને સરકાર દ્વારા જપ્ત કરાયેલી અન્ય વસ્તુઓ તાત્કાલિક પરત કરવામાં આવે. જોકોવિચે તેના વિઝા રદ કરવાને કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર સોમવારે મેલબોર્નમાં વર્ચ્યુઅલ સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે જોકોવિચની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તેના વકીલોએ દલીલ કરી હતી કે ગયા મહિને જ કોરોના સંક્રમણને કારણે તેને રસીકરણનાં કડક નિયમોમાંથી તબીબી મુક્તિ આપવી જોઈએ. કોર્ટનાં નિર્ણય બાદ સર્બિયન ટેનિસ સ્ટાર હવે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાના ટાઈટલનો બચાવ કરશે. આપને જણાવી દઇએ કે, બુધવારે સાંજે મેલબોર્ન એરપોર્ટ પહોંચ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ તેનો એન્ટ્રી વિઝા કેન્સલ કરી દીધો હતો. જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનનાં ખિતાબને બચાવવા માટે તબીબી મુક્તિ મેળવવામાં એટલો વ્યસ્ત હતો કે તેણે તેના વિઝા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું ન હોતું અને તેથી જ તેને મેલબોર્ન એરપોર્ટ પર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા કોરોના સંક્રમિત,મુખ્યમંત્રીની રાજકોટ રેલીમાં હાજર હતા

ઉલ્લેખનીય છે કે, જોકોવિચે હજુ સુધી કોરોનાની રસી લીધી નથી. ગયા વર્ષે જ જોકોવિચે ખુલ્લેઆમ રસીનો વિરોધ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તે રસીકરણની વિરુદ્ધ છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં વેક્સિનને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જોકોવિચે તેની તબીબી સમસ્યાને ટાંકીને કહ્યું હતું કે તે હાલમાં રસી મેળવી શક્યો નથી અને તેને ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ જોકોવિચ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ તેની પાસે તબીબી સમસ્યાનાં પુરાવા માંગવામાં આવ્યા હતા. આ પછી તેને એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યો હતો. જે બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પરંતુ હવે કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો છે.