Not Set/ પુલવામા હુમલામાં જૈશના રોલને પાકિસ્તાને નકાર્યો, કહ્યું- જવાબદારી લીધી જ નથી

પાકિસ્તાનમાં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના રોલને છુપાવાનું નિષ્ફળ ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ વિદેશી મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પુલવામા હુમલા માટે જૈશ જવાબદાર નથી. શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે જે જૈશ દ્વારા આ હુમલાની જવાબદારી લેવાની વાત કહેવામાં આવી રહી છે તેમાં કન્ફ્યુઝન છે. તેમણે આ […]

Top Stories World Trending
bq 1 પુલવામા હુમલામાં જૈશના રોલને પાકિસ્તાને નકાર્યો, કહ્યું- જવાબદારી લીધી જ નથી

પાકિસ્તાનમાં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના રોલને છુપાવાનું નિષ્ફળ ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ વિદેશી મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પુલવામા હુમલા માટે જૈશ જવાબદાર નથી. શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે જે જૈશ દ્વારા આ હુમલાની જવાબદારી લેવાની વાત કહેવામાં આવી રહી છે તેમાં કન્ફ્યુઝન છે. તેમણે આ હુમલાની જવાબદારી લીધી નથી.

કુરૈશીએ કહ્યું, “ના તેઓએ આ હુમલાની જવાબદારી લીધી નથી, તેમાં એક ભ્રમની સ્થિતિ છે, ભ્રમ એ છે કે જૈશના નેતૃત્વએ આ મામલમાં એવું કહ્યું નથી.” શાહ મહમૂદ કુરૈશીથી જ્યારે એક ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે હુમલા પછી જૈશ પોતે કહ્યું હતું કે તેઓ તેના માટે જવાબદાર છે. તેના જવાબમાં કુરૈશીએ કહ્યું કે તેઓએ કોઈ જવાબદારી લીધી નથી. આનાપર વિરોધાભાસની સ્થિતિ છે. વિદેશી મીડિયા સાથે ઇન્ટરવ્યુ દરમિયાન તેઓ સંપૂર્ણપણે જૈશ બચાવવાનો પ્રયાસ કર્યો. જણાવીએ કેપુલવામા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થિયા ગયા હતા. આ હુમલા પછી તરત જ જૈશ દ્વારા એક વીડીયો જારી કરી હુમલાની જવાબદારી લીધી હતી.

આપને જનાવીઓ દઈએ કે શુક્રવારે શાહ મહમૂદ કુરૈશીએ એક ઈન્ટરવ્યુમાં માન્યું હતું કે જૈશના સરગના મૌલાના મસુદ અઝહર પાકિસ્તાનમાં જ હાજર છે. કુરૈશીએ કહ્યું હતું કે મૌલાના મસુદ અઝહર ખૂબ જ બિમાર છે, તેના રોગની આલમ એ છે કે તે તેમના ઘરથી બહાર નીકળી શકતા નથી. તેમણે કહ્યું હતું કે જો ભારત મૌલાના મસૂદ અઝહર વિરુદ્ધ આવા પુરાવા આપે છે જે પાકિસ્તાનની અદાલતને માન્ય છે તો પાકિસ્તાન મસૂદ અઝહર પર કાર્યવાહી કરશે.

શાહ મહમૂદ કુરૈશીએ બહાવલપુર સ્થિત મધરસાના સંદર્ભમાં કહ્યું કે ભારત અને વિશ્વના કેટલાક દેશો તે મધરસાને ટ્રેનિંગ કેમ્પનું નામ આપી રહ્યા છે. કુરૈશીએ કહ્યું કે ત્યાં એક મધરસા છે, મીડિયાને ત્યાં લઇ જવામાં આવી હતી અને તે લોકો જે જોયું તે વિશ્વની સામે છે.

કુરૈશીએ એક વાર ફરી પાકિસ્તાનના જૂના જૂઠાણાંને પુનરાવર્તન કર્યું હતું કે પાકિસ્તાનમાં નવી સરકાર છે અને આપણી નવી નીતિ છે કે આપણે આપણી જમીનનો ઉપયોગ આતંકી ગતિવિધિઓ માટે નહીં થવા દઈએ, પછી ભલે તે ભારત જ કેમ ન હોય.