Not Set/ મસૂદ અઝહર આવતીકાલે આતંકી જાહેર થઇ શકે છે, આ છે કારણ

પુલવામાં સહિત સમગ્ર વિશ્વમાં અનેક આતંકવાદી હુમલાનો દોષિત મસૂદ અઝહર પર સકંજો કસાયો છે. મસૂદ અઝહર આવતીકાલે વૈશ્વિક આતંકી ઘોષિત થઇ શકે છે. સંભાવના છે કે ચીન સંયુક્ત રાષ્ટ્ર સમિતિની બેઠકમાં અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવામાં રગાવેલી તકનીકિ રોકને હટાવી લેશે. તેને વૈશ્વિક આતંકી જાહેર કર્યા બાદ આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદ વિરુદ્વ વૈશ્વિક સ્તરે નાણાંકીય પ્રતિબંધોનો […]

World
Masood Azhar મસૂદ અઝહર આવતીકાલે આતંકી જાહેર થઇ શકે છે, આ છે કારણ

પુલવામાં સહિત સમગ્ર વિશ્વમાં અનેક આતંકવાદી હુમલાનો દોષિત મસૂદ અઝહર પર સકંજો કસાયો છે. મસૂદ અઝહર આવતીકાલે વૈશ્વિક આતંકી ઘોષિત થઇ શકે છે. સંભાવના છે કે ચીન સંયુક્ત રાષ્ટ્ર સમિતિની બેઠકમાં અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવામાં રગાવેલી તકનીકિ રોકને હટાવી લેશે.

તેને વૈશ્વિક આતંકી જાહેર કર્યા બાદ આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદ વિરુદ્વ વૈશ્વિક સ્તરે નાણાંકીય પ્રતિબંધોનો માર્ગ પણ મોકળો બનશે. તો બીજી તરફ ભારત માટે પણ સારા સમાચાર છે. હકીકતમાં આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવામાં ભારતને હવે પાકિસ્તાનનું પણ સમર્થન મળ્યું છે. પરંતુ પાકિસ્તાન દ્વારા એક શરત રખાઇ છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને આતંકી જાહેર કરવામાં અમે સમર્થન આપીએ છીએ પરંતુ આ માટે પુલવામાં હુમલાનો સંદર્ભ ના લેવામાં આવે તેવી શરત રાખીએ છીએ.

પુલવામાં હુમલાથી મસૂદ અઝહરનો કોઇ સંબંધ છે તે ભારતે સાબિત કરવું પડશે. ત્યારબાદ જ અમે તેના પર પ્રતિબંધને લઇને સમર્થન આપી શકીએ છીએ. પુલવામાં હુમલો અલગ મુદ્દો છે.

હાલમાં જ બ્રિટને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ત્યારે આ નિવેદન આવતા તે મહત્વપૂર્ણ મનાય છે. નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામાં હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી.

ચીનની સતત દખલગીરી

ગત મહિને ચીને મસૂદ પર પ્રતિબંધને લઇને અક્કડ વલણ અપનાવતા વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો. ચીન દ્વારા સતત આ બાબતે દખલગીરી કરાઇ રહી છે. ફ્રાંસ, અમેરિકા અને બ્રિટને પ્રસ્તાવ રજૂ કરીને મસૂદને આતંકી જાહેર કરવાની યુએનમાં રજૂઆત કરી હતી.