Not Set/ પીએમ ઇમરાન ખાનના મંત્રીનું ઉશ્કેરણીજનક નિવેદન, ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થશે જંગ

કાશ્મીરથી કલમ 370 નાબૂદ કરવામાં આવતા હચમચી ગયેલા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન અને મંત્રી અનિયંત્રિત અને ઉશ્કેરણીજનક નિવેદનો આપતા રહે છે. હવે પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ રાશિદે એક ભડકેલું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બર-ડિસેમ્બરમાં જંગ થશે. તેમણે રાવલપિંડીમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે આ નિવેદન […]

Top Stories World
aaampo 18 પીએમ ઇમરાન ખાનના મંત્રીનું ઉશ્કેરણીજનક નિવેદન, ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થશે જંગ

કાશ્મીરથી કલમ 370 નાબૂદ કરવામાં આવતા હચમચી ગયેલા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન અને મંત્રી અનિયંત્રિત અને ઉશ્કેરણીજનક નિવેદનો આપતા રહે છે. હવે પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ રાશિદે એક ભડકેલું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બર-ડિસેમ્બરમાં જંગ થશે. તેમણે રાવલપિંડીમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.

મીડિયા સાથે વાત કરતા શેખ રાશિદે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બર-ડિસેમ્બરમાં જંગ થશે. આ માટે, હું સમુદાયને તૈયાર કરવા માટે નીકળ્યો છું. એ જરૂરી નથી કે જંગ થાય, પરંતુ જેમાં મોદીને સમજવામાં મોટા રાજકીય નેતાઓએ ભૂલ કરી. તે હું નહીં કરું.

તેમણે વધુમાં કહ્યું કે, વાસ્તવિક મુદ્દો શું છે કે 24-25 કરોડ મુસ્લિમો પાકિસ્તાનીઓ તરફ જુવે છે. આજે આપણે આપણા બધા ઇસ્લાલાફેટ (પરસ્પર મતભેદો) ભૂલીને કાશ્મીરનો અવાજ. સાથે મળીને પગલું ભરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.