Not Set/  ફિલિપિન્સમાં દેવળ બહાર જ બ્લાસ્ટ,19ના મોત, શેરીઓમાં લાશોના ઢગલા

ફિલિપિન્સ, દક્ષિણ ફિલિપીંસના એક રોમન કેથોલિક કેથેડ્રલના બહાર રવિવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા. જેમાં લગભગ 19 લોકોના મોત થયા અને આશરે 48 લોકો ઘાયલ થયા. કહેવામાં આવી રહ્યું છે કે આ ક્ષેત્રમાં મુસ્લિમ ચરમપંથી ગ્રુપ સક્રિય છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રથમ બોમ્બ સુલુ પ્રાંતના રાજધાનીમાં જેલો કેથોડ્રલની બહાર ફાટ્યો હતો  જેના થોડા સમય […]

World
ફિલિપિન્સ,
દક્ષિણ ફિલિપીંસના એક રોમન કેથોલિક કેથેડ્રલના બહાર રવિવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા. જેમાં લગભગ 19 લોકોના મોત થયા અને આશરે 48 લોકો ઘાયલ થયા. કહેવામાં આવી રહ્યું છે કે આ ક્ષેત્રમાં મુસ્લિમ ચરમપંથી ગ્રુપ સક્રિય છે.
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રથમ બોમ્બ સુલુ પ્રાંતના રાજધાનીમાં જેલો કેથોડ્રલની બહાર ફાટ્યો હતો  જેના થોડા સમય બાદ કમ્પાઉન્ડમાં બીજો બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોમાં કેથોડ્રલ બહારની શેરીમાં લોકોની લાશો પડેલી દેખાય છે.સુરક્ષાકર્તાઓએ મુખ્ય માર્ગને અવરોધિત કર્યો છે અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા છે.
સંરક્ષણ સચિવ ડેલ્ફીન લોરેન્ઝાનાએ કહ્યું, મેં બધા સલામતી જવાનોને આદેશ આપ્યો છે કે તમામ સંવેદનશીલ સ્થળોની સુરક્ષા વધારવામાં આવે અને બધા પૂજા સ્થાનો અને જાહેર સ્થળોની સલામતીની ગોઠવણ કરવામાં આવે.’
જોલો આઇલેન્ડ પર ઘણા દિવસો થી અબુ સય્યફ મિલિટેન્ટ ગ્રુપની હાજરી છે જેના કારણે ત્યાં બોમ્બ બ્લાસ્ટ, અપહરણ જેવી પ્રવૃત્તિઓ થઈ રહી છે. જણાવી દઈએ કે અમેરિકા અને ફિલિપીંસે આ સંગઠનને બ્લેક લિસ્ટ કરી રાખ્યું છે. જોકે અત્યાર સુધી કોઈ પણે આ ઘટનાની જવાબદારી લીધી નથી.