Not Set/ મીસ્ટર બીનના મોતના બોગસ સમાચારની લીંકો મોકલી કેવું ષડયંત્ર ચલાવતા હતા ભેજાબાજો, વાંચો

મુંબઇ, સોશિયલ મીડિયા પર ઘણી વાર ખોટા ન્યુઝ ફરતા રહેતા હોય છે અને આ કારણે લોકો ગેરમાર્ગે પણ દોરાતા હોય છે.જો કે આ વચ્ચે મીસ્ટર બીન તરીકે ઓળખાતા લેજેન્ડરી સ્ટાર રોઅન એટ્કીનસનના મૃત્યુની અફવા ફેલાવવામાં આવી હતી. જોવાની વાત એ હતી કે મીસ્ટર બીનના મોતના ખોટા ન્યુઝની લીંકો મુકીને કેટલાંક હેકર્સ વાઇરસ ફેલાવી રહ્યાં હતા. મીસ્ટર […]

World Trending
Rowan Atkinson મીસ્ટર બીનના મોતના બોગસ સમાચારની લીંકો મોકલી કેવું ષડયંત્ર ચલાવતા હતા ભેજાબાજો, વાંચો

મુંબઇ,

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખોટા ન્યુઝ ફરતા રહેતા હોય છે અને આ કારણે લોકો ગેરમાર્ગે પણ દોરાતા હોય છે.જો કે આ વચ્ચે મીસ્ટર બીન તરીકે ઓળખાતા લેજેન્ડરી સ્ટાર રોઅન એટ્કીનસનના મૃત્યુની અફવા ફેલાવવામાં આવી હતી.

જોવાની વાત એ હતી કે મીસ્ટર બીનના મોતના ખોટા ન્યુઝની લીંકો મુકીને કેટલાંક હેકર્સ વાઇરસ ફેલાવી રહ્યાં હતા. મીસ્ટર બીનના મોતની જે રીતે માહિતી મુકવામાં આવી હતી એનાથી લોકો લીંકને ખોલવા માટે પ્રેરાતા હતા.

maxresdefault 9 મીસ્ટર બીનના મોતના બોગસ સમાચારની લીંકો મોકલી કેવું ષડયંત્ર ચલાવતા હતા ભેજાબાજો, વાંચો

સોશિયલ મીડિયામાં ન્યુઝ એવા મુકવામાં આવ્યા હતા કે, એકટરનું મૃત્યુ એક સ્ટંટ કરતી સમયે કાર એક્સીડેન્ટમાં થયું છે. આવા ચોંકાવનારા ન્યુઝની લીન્ક લોકો ખોલીને વાંચી રહ્યા હતા અને જે લોકો લીંક ખોલતા હતા તેમના કમ્યુટરમાં વાઇરસ આવી જતો હતો.

વાત એવી મળી રહી છે કે, આ લીંક એક મીસેલીનીયસ વાયરસની હતી જે કમ્પ્યુટરને નુકશાન પહોંચાડતી હતી. આ વાઇરસથી કમ્પુટર સિસ્ટમ સ્લો થઇ જતી હતી.

જોવાની વાત એ પણ હતી કે, આ વાઇરસને કાઢવા માટે એક નંબર પણ આપવામાં આવતો હતો. જે લોકોના કમ્પ્યુટરમાં આ વાઇરસ આવ્યો હતો તેઓ અહીં ફોન કરવા મજબુર થતા હતા. જેનાથી વાઇરસ ફેલાવનારાઓનો ધંધો ચાલતો હતો.

જો કે હવે આ ભાંડો ફુટી રહ્યો છે અને મીસ્ટર બીનના મોતના સમાચાર ખોટા છે તેવી લીંકો પણ ઇન્ટરનેટ પર ઝડપથી વાઇરલ થઇ રહી છે. જેના કારણે લોકો વાઇરસથી પણ બચી રહ્યાં છે.