Not Set/ એક નહીં, બે નહીં, ત્રણ પણ નહીં 250 બાળકો સાથે આ શરમજનક કૃત્ય, ડાયરીથી થયો ખુલાસો

ફ્રાન્સથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, એક મોટા સર્જન પર ફ્રાન્સના જોનજેકમાં આશરે 250 બાળકોનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગવામાં આવ્યો છે. 66 વર્ષીય ડોક્ટર જોએલ લી સ્કોરનેક પર 3 દાયકાથી બાળકો પર જાતીય શોષણનો આરોપ છે. આ ઘટનાઓને અંજામ આપવા માટે તેણે પહેલા બાળકોને બેભાન કરવાની દવા […]

Top Stories World
aaaaaammp 3 એક નહીં, બે નહીં, ત્રણ પણ નહીં 250 બાળકો સાથે આ શરમજનક કૃત્ય, ડાયરીથી થયો ખુલાસો

ફ્રાન્સથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, એક મોટા સર્જન પર ફ્રાન્સના જોનજેકમાં આશરે 250 બાળકોનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગવામાં આવ્યો છે. 66 વર્ષીય ડોક્ટર જોએલ લી સ્કોરનેક પર 3 દાયકાથી બાળકો પર જાતીય શોષણનો આરોપ છે.

આ ઘટનાઓને અંજામ આપવા માટે તેણે પહેલા બાળકોને બેભાન કરવાની દવા આપી અને ત્યારબાદ બાળકો સાથે શરમજનક કૃત્ય કર્યું હતું.

લગભગ 14 વર્ષ પહેલાં, ડોક્ટરને બાળકો સાથે જાતીય હિંસાના ફોટોગ્રાફ્સ રાખવા બદલ દોષી ઠેરવવામાં આવી ચૂક્યો છે. જો કે, ડોક્ટરને અહિયાંની સરકારે 2017 માં ફરીથી પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી હતી. તો ત્યાં જ 2017 માં, 4 થી 6 વર્ષની વયની બે નાની બાળકીઓ પર બળાત્કાર ગુજારવાના મામલે પણ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

250 બાળકોની સાથે જાતીય હિંસાના મામલાને ફ્રાન્સના ઇતિહાસમાં સૌથી મોટો કૌભાંડ માનવામાં આવી રહ્યો છે. જણાવીએ કે આરોપી ડોક્ટર પેટની સર્જરીનો ડોક્ટર છે અને તેના પર નાના છોકરા અને છોકરી બંનેને જાતીય શોષણનો આરોપ છે.

ડોક્ટરે તેના પર બળાત્કારના આરોપને નકારી કાઢ્યો છે. જો કે, તેઓએ તેમની સાથે ખરાબ વર્તન કરવાની બાબતને સ્વીકારી લીધી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા ડોક્ટરની પૂછપરછ કરી રહી છે. ડોક્ટરને હવે ટ્રાયલનો સામનો કરવો પડશે.

પોલીસની તપાસ દરમિયાન પોલીસને ડોક્ટરની ડાયરી પણ મળી છે, જેમાં લગભગ 250 બાળકો સાથેની જાતીય હિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ત્યારે જ ડોક્ટરના વકીલે કહ્યું છે કે ડોક્ટરે ડાયરીમાં બધી કાલ્પનિક વસ્તુઓ લખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.