Not Set/ પાકિસ્તાનમાં વિમાન ક્રેશ થતાં 17ના મોત,આર્મીના 5 જવાનો પણ માર્યા ગયા

રાવલપીંડી, પાકિસ્તાનના રાવલપિંડીમાં મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. અહીં એક વિમાન ક્રેશ થઇ ગયું છે, જેમાં 17 લોકોના માર્યા ગયાની ખબર છે. આ દુર્ઘટનામાં વિમાનના બે પાયલોટના માર્યા ગયાની પણ ખબર છે. પાકિસ્તાનની સેના દ્રારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં પાંચ જવાનો પણ હતા, જેમની ક્રેશમાં મોત થઇ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]

Top Stories World
wefcgwedo 12 પાકિસ્તાનમાં વિમાન ક્રેશ થતાં 17ના મોત,આર્મીના 5 જવાનો પણ માર્યા ગયા

રાવલપીંડી,

પાકિસ્તાનના રાવલપિંડીમાં મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. અહીં એક વિમાન ક્રેશ થઇ ગયું છે, જેમાં 17 લોકોના માર્યા ગયાની ખબર છે. આ દુર્ઘટનામાં વિમાનના બે પાયલોટના માર્યા ગયાની પણ ખબર છે. પાકિસ્તાનની સેના દ્રારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં પાંચ જવાનો પણ હતા, જેમની ક્રેશમાં મોત થઇ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં 12 અન્ય નાગરિકો ઘાયલ થયા હતા. વિમાન ક્રેશ થયા બાદ આગ ભભૂકી ઉઠી હતી. જણાવી દઈએ એક રાવલપિંડી રાજધાની ઈસ્લામાબાદની ખૂબ નજીક છે. જ્યાં પાકિસ્તાની સૈન્યનું મુખ્ય મથક આવેલું છે.

આ ઘટનાનો વીડિયો એક વેબસાઇટ પર પણ જાહેર કરવામાં આવ્યો છે. એવું લાગે છે કે કોઈ ઇમારત આગમાં લપેટાઈ ગઈ છે. જો કે, આ અકસ્માતથી કેટલું નુકસાન થયું છે અને વિમાનનું મોડેલ ક્યું હતું, તે વિશે કંઇ જાણવા મળ્યું નથી.

આર્મી કમ્યુનિકેશન શાખાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સેના અને નાગરિકોની બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ઈજાગ્રસ્તને હોસ્પિટલ સુધી લઇ જવામાં અવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.