Not Set/ ચીચી અવાજ થયો ગાયબ, નથી સંભળાતો ચકલીઓનો કલબલાટ

ચકલીઓ થઈ લુપ્ત,

Gujarat Others Trending
lalit vasoya 20 ચીચી અવાજ થયો ગાયબ, નથી સંભળાતો ચકલીઓનો કલબલાટ

આજે વિશ્વ ચકલી દિવસ છે. દિવસેને દિવસે ચકલીઓ લુપ્ત થતી જાય છે. મોટા શહેરોમાં તો ચકલીઓ જોવા પણ મળતી નથી.  ત્યારે આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે જે છેલ્લા 25 વર્ષથી ચકલી ઓની ખુબજ સારી રીતે માવજત કરી રહ્યા છે.

આજે વિશ્વ ચકલી દિવસ છે.  દર વર્ષે 20મી માર્ચે પક્ષી વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે.  હાલમાં ચકલીની જાતિ લુપ્ત થવાના આરે છે.  ત્યારે જેતપુરથી રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે ઉપર એક હોટલના માલિકનો ચકલી પ્રેમ જોઈને આપણમાં પણ માનવતા જાગી જશે.  નેશનલ હાઈવે પર  મનસુખભાઇ તેમની હોટલ પર ચકલીના માળા રાખીને ચકલીઓની માવજત કરે છે.  સવારે જેવા તે હોટેલ ઉપર આવે એટલે તરત જ ચકલી ઓ ને ખાવા નું નાખે, ચોખા, દાણા નાખવા અને સાથે સાથે ચકલી ઓ માટે પાણી નો ક્યારો ભરવો અને પછી જ તેવો હોટેલ માં પોતાનું કામ ચાલુ કરે છે.

lalit vasoya 21 ચીચી અવાજ થયો ગાયબ, નથી સંભળાતો ચકલીઓનો કલબલાટ

હોટેલમાં લગાવેલ ચકલીના માળા જોઈને કોઈ પણ વ્યક્તિને જાણે કે એમ લાગે કે પ્રકૃતિનેવ રૂબરૂ થતા હોય તેવો માહોલ લાગે.  ચકલીઓ તેના માળા બનવતા અને માળામાં રહેલા બચ્ચાં તે ખવડાતા અધભુત દ્રશ્યો જોવા મળે છે.  લોકો ચકલીઓનો અવાજ સંભળવા માટે અહી દોડી આવે છે.

lalit vasoya 22 ચીચી અવાજ થયો ગાયબ, નથી સંભળાતો ચકલીઓનો કલબલાટ

મોટા શહેરો માં હાલ ચકલી ઓ લુપ્ત થતી જાય છે, અને ચકલી ઓ માત્ર ફોટા અને પિક્ચર અને ઈન્ટરનેટ ના વીડિયોમાં જોવા મળે છે.  ત્યારે ચકલીની 25 વર્ષથી માવજત કરતા મનસુખભાઈ લોકો ને ચકલીઓને બચાવાવ માટે અપીલ કરી છે.