Not Set/ પુરુષ વનડે મેચમાં અંપાયરિંગ કરનારી પ્રથમ મહિલા બની ક્લેયર પોલોસાક, રચ્યો ઇતિહાસ

દુબઇ, ઓસ્ટ્રેલિયાની ક્લેયર પોલોસાક પુરુષ વનડે મેચમાં અમ્પાયર બનનારી પહેલી મહિલા બની ચૂકી છે. નામીબિયા અને ઓમાન વચ્ચે રમાયેલા આઇસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન 2ના ફાઇનલ મેચમાં 31 વર્ષીય ક્લયરે આ ઉપલબ્ધિ હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે. આ પહેલા તે મહિલાઓના 15 વન ડે મેચમાં પણ અમ્પાયરિંગ કરી ચૂકી છે. 2016 માં ઓસ્ટ્રેલિયા અને સાઉથ […]

Top Stories Sports
claire polosak1 પુરુષ વનડે મેચમાં અંપાયરિંગ કરનારી પ્રથમ મહિલા બની ક્લેયર પોલોસાક, રચ્યો ઇતિહાસ

દુબઇ,

ઓસ્ટ્રેલિયાની ક્લેયર પોલોસાક પુરુષ વનડે મેચમાં અમ્પાયર બનનારી પહેલી મહિલા બની ચૂકી છે. નામીબિયા અને ઓમાન વચ્ચે રમાયેલા આઇસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન 2ના ફાઇનલ મેચમાં 31 વર્ષીય ક્લયરે આ ઉપલબ્ધિ હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે. આ પહેલા તે મહિલાઓના 15 વન ડે મેચમાં પણ અમ્પાયરિંગ કરી ચૂકી છે.

2016 માં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે રમાયેલા વનડે મેચમાં ક્લેયરે સૌપ્રથમ વાર અમ્પાયરિંગ કર્યું હતું. અગાઉ તેને ઇગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલા મહિલા ટી-20 વર્લ્ડકપમાં પણ અમ્પાયરિંગ કર્યું છે.

તેની આ ઉપલબ્ધિ અંગે જણાવતા ક્લેયરે કહ્યું હતું કે હું પુરુષોની વનડે મેચમાં અમ્પાયરિંગ કરનારી પહેલી મહિલા બનીને ખૂબજ ઉત્સાહિત છું. એક અમ્પાયર તરીકે મે ખૂબજ લાંબી મંજલ કાપી છે. મહિલા અમ્પાયરને પ્રમોટ કરાય તે આવશ્યક છે અને મહિલાઓ નિશ્વિતરૂપથી અમ્પાયરિંગ કરી શકે છે. મોટા ભાગની મહિલાઓ આ ભૂમિકાના દૃઢતા અને આત્મવિશ્વાસથી નિભાવી શકે તે માટે તે અંગે જાગરૂકતા ફેલાવવી અનિવાર્ય છે.